Travel Tips / નવી જગ્યાઓ એક્સપ્લોર કરતી વખતે ભાષા નહીં બને અવરોધ, આ ટિપ્સ થશે મદદરૂપ

એવા ઘણા લોકો છે જેઓ મુસાફરી કરવાનું પસંદ કરે છે. તેઓ અલગ અલગ જગ્યાઓ એક્સપ્લોર કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત મુસાફરી દરમિયાન ભાષા સૌથી મોટો અવરોધ બની જાય છે. જ્યારે તમે નવી જગ્યાએ હોવ ત્યારે ત્યાંના લોકોની સાથે જોડાવા માટે તેમની ભાષાનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ જો તમે તેમની સ્થાનિક ભાષા ન જાણતા હોવ તો તમારા માટે વાતચીત કરવી ખૂબ મુશ્કેલ બની શકે છે.
દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઓછા સમયમાં નવી ભાષા શીખવી સરળ નથી. જો કે, આનો અર્થ એ નથી કે તમારે મુસાફરીનો શોખ છોડી દેવો જોઈએ. તમારે ફક્ત કેટલીક સરળ ટિપ્સને ફોલો કરવાની જરૂર છે.
આવી સ્થિતિમાં, તમે નવી ભાષા શીખ્યા વિના સરળતાથી નવી જગ્યાએ મુસાફરી કરી શકો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે નવી ભાષા શીખ્યા વિના પણ નવી જગ્યાઓ પર જઈ શકો છો.
બેઝીક શબ્દો અને લાઈન્સ શીખો
જ્યારે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો, ત્યારે એ જરૂરી નથી કે તમે તે જગ્યાની સ્થાનિક ભાષા સંપૂર્ણપણે શીખો. તેના બદલે, તમે કેટલીક બેઝીક લાઈન્સ શીખી શકો છો. એવી લાઈન્સ જેની તમને ત્યાં ફરતી વખતે વારંવાર જરૂર પડશે. ઉદાહરણ તરીકે, તમે તે સ્થાનિક ભાષામાં હેલો, હા, ના જેવા શબ્દો શીખી શકો છો. જ્યારે તમે આ શબ્દોનો ઉપયોગ કરો છો, ત્યારે સ્થાનિક લોકો તમારી સાથે વધુ સારી રીતે વાત કરે છે. ઉપરાંત, તમારા માટે ફરવાનું સરળ બને છે.
નોન-વર્બલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરો
જ્યારે તમે નવી જગ્યાએ હોવ અને તમને સ્થાનિક ભાષા ન આવડતી હોય, તો તમે નોન-વર્બલ કમ્યુનિકેશનની મદદ પણ લઈ શકો છો. તમે સરળ હાવભાવનો ઉપયોગ કરી શકો છો જેમ કે ઈશારા કરવા, સ્મિત કરવું અથવા કાગળ પર ચિત્રો દોરવા. તમે કેટલાક ઈશારા અને ફેશિયલ એક્સપ્રેશનની મદદથી ઘણી હદ સુધી વાતચીત કરી શકો છો.
ટેક્નોલોજીની મદદ લો
જો તમને સ્થાનિક ભાષા આવડતી નથી, તો તમે ટેક્નોલોજીની મદદથી ખૂબ જ સરળતાથી મુસાફરી કરી શકો છો. જો તમને ડાયરેકશન પૂછવામાં અથવા કોઈની સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો તમે કેટલીક એપ્સની મદદ લઈ શકો છો. આ રીતે તમે ટેક્નોલોજી દ્વારા તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ કરી શકો છો.
ટ્રાન્સલેશન એપ્સનો ઉપયોગ કરો
જ્યારે તમે અન્ય રાજ્ય અથવા દેશમાં હોવ અને તમને વાતચીત કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે ટ્રાન્સલેશન એપ્સની મદદ લઈ શકો છો. તમારા મોબાઇલ પર સારી ટ્રાન્સલેશન એપ ડાઉનલોડ કરો. આ એપ્સ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કામ કરે છે, જેથી તમને ઈન્ટરનેટની જરૂર પણ નહીં પડે. મોટાભાગની ટ્રાન્સલેશન એપ્સમાં વોઈસ ફીચર્સ હોય છે, જેથી તમે તમારા ફોનમાં બોલીને પણ ટ્રાન્સલેશન કરાવી શકો છો. આ સાથે, તમે ભાષાના અવરોધો સાથે પણ સરળતાથી નવા સ્થળોએ મુસાફરી કરી શકશો.

