મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / તમે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છો, તો આ ટિપ્સની મદદથી મુસાફરી દરમિયાન મળશે પરફેક્ટ ફોટો

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માત્ર એક શોખ જ નથી. જે લોકો વન્યજીવ પ્રેમી છે અને પ્રકૃતિની દરેક સુંદરતાને તેમના કેમેરામાં કેદ ક

Travel Tips / તમે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છો, તો આ ટિપ્સની મદદથી મુસાફરી દરમિયાન મળશે પરફેક્ટ ફોટો

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી માત્ર એક શોખ જ નથી. જે લોકો વન્યજીવ પ્રેમી છે અને પ્રકૃતિની દરેક સુંદરતાને તેમના કેમેરામાં કેદ કરવા માંગે છે, તેઓ ઘણીવાર એવી જગ્યાએ મુસાફરી કરવાનું પસંદ કરે છે. જ્યાં તેમને પ્રાણી અને છોડની ઘણી પ્રજાતિ જોવા મળે. વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર માટે પરફેક્ટ શોટ લેવો સરળ નથી. ગાઢ જંગલોમાં ટ્રેકિંગથી લઈને કલાકો સુધી રાહ જોવા સુધી, પ્રકૃતિની વાસ્તવિક સુંદરતાને ક્લિક કરવા માટે તેમને ઘણું બધું કરવું પડે છે.

સામાન્ય રીતે લોકો માને છે કે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સરળ છે, પરંતુ તે એટલું સરળ નથી. જો તમે પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ફરતા પ્રાણીઓના ફોટા પાડી રહ્યા હોવ, તો તમારે વધુ સાવધ રહેવું પડશે. આ માટે સંપૂર્ણ તૈયારી કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તમે જાણતા નથી કે તેઓ કેવી રીતે વર્તે છે. તો, આજે આ લેખમાં અમે તમારી સાથે આવી જ કેટલીક નાની ટિપ્સ શેર કરી રહ્યા છીએ, જે કોઈપણ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સ્થળ સંબંધિત સંશોધન કરો

તમે જે સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તેને લગતી તમામ માહિતી તમારે અગાઉથી એકત્રિત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમારે જાણવું જોઈએ કે તે સ્થળ પર તમને કેવા પ્રકારના પ્રાણીઓ જોવાની તક મળી શકે છે. વધુમાં, તમારે તેમના રહેઠાણ અને વર્તનને પણ સમજવું જોઈએ. આ તમને તેમની પ્રવૃત્તિને સમજવામાં મદદ કરશે અને તમે એક પરફેક્ટ ફોટો ક્લિક કરી શકો છો.

યોગ્ય સમયે મુસાફરી કરો

જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ, ત્યારે યોગ્ય સમયે મુસાફરી તમારા માટે ચોક્કસપણે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને ઘણા સ્થળાંતર કરનારા પક્ષીઓને ચોક્કસ સમયે જ જોવાની તક મળે છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ સમયાંતરે વિવિધ એક્ટિવિટી થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે યોગ્ય સમયે મુસાફરી કરો છો, ત્યારે તમે કેટલાક રેર ફોટો ક્લિક કરી શકો છો. 

નિયમોની અવગણના ન કરો

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર તરીકે, તમે મુસાફરી કરતી વખતે અથવા ફોટો ક્લિક કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા નથી માંગતા તો કોઈપણ ડેસ્ટિનેશન પર જઈને ફોટો ક્લિક કરતા પહેલા તમારે ત્યાંના સ્થાનિક નિયમો વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો તમને ઘણી મુશ્કેલીનો સામનો  કરવો પડશે.

આવશ્યક વસ્તુઓ પેક કરો

આજના સમયમાં લોકો ફોનમાંથી પણ ફોટો ક્લિક કરે છે, પરંતુ જો તમારે પ્રોફેશનલ્સ જેવા પરફેક્ટ ફોટો ક્લિક કરવા હોય તો તમારે તમારી બેગમાં જરૂરી વસ્તુઓ પેક કરવી જ પડશે. ઉદાહરણ તરીકે, ટેલિફોટો લેન્સ પ્રાણીઓને ખલેલ પહોંચાડ્યા વિના દૂરથી પણ તેમના ઉત્તમ ફોટા લેવામાં મદદરૂપ થાય છે. એ જ રીતે, ટ્રાઇપોડ અથવા મોનોપોડ તમારા કેમેરાને સ્થિર રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે સરળતાથી લાંબા અંતરના શોટ્સ પણ લઈ શકો છો. જ્યારે તમે પેકિંગ કરો છો, ત્યારે કોઈપણ પ્રકારના હવામાનનો સામનો કરવા માટે તમારી સાથે વોટરપ્રૂફ બેગ, કેમેરા કવર અને લેન્સ ક્લિનિંગ કીટ રાખો.

આ સમાચાર શેર કરો