Skin Care / વરસાદની ઋતુમાં આ રીતે રાખો ડ્રાય સ્કિનનું ધ્યાન, ફોલો કરો 3 ટિપ્સ
વરસાદની ઋતુ લગભગ દરેકને ગમે છે. પરંતુ તે મોટેભાગે ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. કારણ કે આ સિઝનમાં ભેજનું પ્

વરસાદની ઋતુ લગભગ દરેકને ગમે છે. પરંતુ તે મોટેભાગે ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. કારણ કે આ સિઝનમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત, બેક્ટેરિયા પણ પુષ્કળ પ્રમાણમાં વધવા લાગે છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ અને એલર્જી જેવી સમસ્યાઓ થાય છે. આ સિઝનમાં ડ્રાય સ્કિન પર પણ અસર થાય છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે તમારી ત્વચાની યોગ્ય કાળજી લો, જેથી તમારી ત્વચા સ્વસ્થ દેખાય. આજે અમે તમને અમુક ટિપ્સ જણાવીશું, જેને ફોલો કરીનેને તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.
ફેસ વોશનો ઉપયોગ કરો
ઘણીવાર આપણે બહારથી આવ્યા પછી ફેસ વાઇપ્સ વડે ચહેરો સાફ કરીએ છીએ. પરંતુ તમારે તેનો શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેના બદલે, તમારે દિવસમાં 2થી 3 વખત તમારા ચહેરાને પાણીથી સાફ કરવો જોઈએ. આ માટે એવા ફેસ વોશનો ઉપયોગ કરો જે ડ્રાય સ્કિન માટે યોગ્ય હોય. આ પછી ચહેરો સ્વસ્છ નેપકીનથી સાફ કરી લો. તેનાથી તમારી ત્વચા પર રહેલી ગંદકી સારી રીતે સાફ થઈ જશે.
ચહેરાને હાઇડ્રેટેડ રાખો
વરસાદની ઋતુમાં પણ ડ્રાય સ્કિનને હાઇડ્રેટેડ રાખવી જરૂરી છે. કારણ કે ડ્રાય સ્કિનને કારણે સ્કિનના પોર્સ ખુલી જાય છે. જેના કારણે ચહેરા પર ત્વચા સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ચહેરા પર એલોવેરા જેલ, ચંદન પાવડર, ગુલાબજળ અને ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચા હાઇડ્રેટેડ રહેશે. આ માટે તમે આ વસ્તુઓમાંથી ટોનર, ફેસ પેક અને માસ્ક બનાવી શકો છો અને તેને લગાવી શકો છો.
ચહેરા પર ક્રીમ લગાવો
જો તમે વરસાદ દરમિયાન ડ્રાય સ્કિનને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા ચહેરા પર ઘરે બનાવેલી ક્રીમ લગાવો. આ માટે તમે એલોવેરા જેલ અને મલાઈનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર રહેશે. ઉપરાંત, તમારે બજારમાં ઉપલબ્ધ ક્રીમ લગાવવાની જરૂર નહીં રહે. આ સિવાય તમે તેને સ્ટોર પણ કરી શકશો.
વરસાદની ઋતુમાં ડ્રાય સ્કિનને સ્વસ્થ રાખવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે. ઉપરાંત, તમારે કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. પરંતુ જો તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ છે, તો નિષ્ણાતની સલાહ પછી જ આ વસ્તુઓનો ઉપયોગ કરો.
નોંધઃ ચહેરા પર કંઈપણ લગાવતા પહેલા નિષ્ણાતની સલાહ લેવાનું ભૂલશો નહીં. ઉપરાંત, પેચ ટેસ્ટ કરવાનું પણ ન ભૂલો.








