મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Skin Care Tips / તીવ્ર સૂર્યપ્રકાશ ત્વચાને પહોંચાડી શકે છે નુકસાન, તેને આ રીતે કરો સુરક્ષિત

ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમી માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ત્વચ

Skin Care Tips / તીવ્ર સૂર્યપ્રકાશ ત્વચાને પહોંચાડી શકે છે નુકસાન, તેને આ રીતે કરો સુરક્ષિત

ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમી માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે, ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે સનબર્ન અને એલર્જી થઈ શકે છે. તેથી તડકામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે. તે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. પરંતુ શું આ પૂરતું છે?

ગરમી, પરસેવો અને ધૂળ ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમારે યોગ્ય સ્કિન કેર રૂટીન અપનાવવું જોઈએ. આ સાથે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો. તમારા ચહેરા પર એવી વસ્તુઓ લગાવો જે તમારી ત્વચાને ઠંડક આપે છે અને તાજગીનો અનુભવ થાય છે.

યોગ્ય સ્કિન કેર

તમારી ત્વચા અને વાળને સૂર્યપ્રકાશ, પ્રદૂષણ અને પરસેવાથી થતા નુકસાનથી બચાવવા માટે તમારે નિયમિત રીતે સ્કિન ક્લીંઝીંગ અને હેર વોશ કરવા જોઈએ. ચહેરા પર રહેલી ગંદકી, ધૂળ અને તેલને સાફ કરવા માટે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. દિવસ દરમિયાન 2થી 3 વખત ફેશ વોશ વડે ચહેરો ધોવો જોઈએ. ઉપરાંત, તમારી ત્વચા અનુસાર એક્સફોલિએશન કરવાનું ભૂલશો નહીં. રાત્રે સૂતા પહેલા પણ ફેશ વોશ કરો. આમ કરવાથી તમારી ત્વચા પર રહેલું પ્રદૂષણ દૂર થઈ જાય છે અને તેના કારણે ત્વચાના છિદ્રો ભરાઈ જતા નથી.

સનસ્ક્રીન લગાવો

તીવ્ર સૂર્યપ્રકાશને કારણે સનબર્નની સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં ત્વચાને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવવા માટે ઘરની બહાર નીકળતા પહેલા 15થી 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો. ઉપરાંત, તમે દિવસમાં 2થી 3 વખત સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો.

કપડા પર ધ્યાન આપો

ઉનાળામાં, તમારે એવા કપડા પહેરવા જોઈએ જે આરામદાયક હોય અને સૂર્યથી તમારું રક્ષણ કરે. જે તમારા શરીરમાંથી પરસેવો શોષી લે છે. ઉપરાંત, તડકામાં બહાર જતી વખતે તમારા માથાને ટોપી અથવા કપડાથી ઢાંકો. આનાથી સૂર્યના કિરણો સીધા માથા પર પડતા અટકાવશે અને સૌથી અગત્યનું, દિવસ દરમિયાન બહાર જતી વખતે પાણી પીતા રહો. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. જે આપણી ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.

ઘરેલું ઉપચાર

ઉનાળામાં, તમે સ્કિન કેર માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. આ માટે તમે એલોવેરા, કાકડી, બટાકા, ચંદન, દહીં, બરફ અને ગુલાબજળ જેવી વસ્તુઓમાંથી ફેસ પેક બનાવીને ચહેરા લગાવી શકો છો. આ તમારી ત્વચાને ઠંડક આપી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈપણ કુદરતી વસ્તુને અઠવાડિયામાં એક કે બે વાર લગાવો, દરરોજ તેનો ઉપયોગ કરવાથી ત્વચાને પણ નુકસાન થઈ શકે છે.

આ સમાચાર શેર કરો