Parenting Tips / બાળકોના ઝઘડાથી પરેશાન થઈ ગયા હોવ, તો ફોલો કરો આ ટિપ્સ
સમય ગમે તે હોય, બાળકોનો ઉછેર હંમેશા માતા-પિતા માટે એક પડકાર રહ્યો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં પેરેન્ટિંગ ખૂબ જ મુશ્કેલ કામ છ

સમય ગમે તે હોય, બાળકોનો ઉછેર હંમેશા માતા-પિતા માટે એક પડકાર રહ્યો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં પેરેન્ટિંગ ખૂબ જ મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં જો ઘરમાં બે બાળકો હોય તો આ કામ વધુ મુશ્કેલ બની જાય છે. જે ઘરમાં એક કરતાં વધુ બાળકો હોય ત્યાં ઝઘડા થાય એ સ્વાભાવિક છે. ભાઈ-બહેન વચ્ચે પ્રેમ અને મસ્તી ખૂબ સરસ લાગે છે, પરંતુ જ્યારે ઝઘડા શરૂ થાય છે, ત્યારે તે માતા-પિતાને પરેશાન કરે છે.
આ પણ વાંચો: Parenting Tips: માતા-પિતાની આ આદતો બાળકોને બનાવશે બુદ્ધિશાળી, બદલાય જશે તેની આવતીકાલ
ક્યારેક માતા-પિતા માટે બાળકો વચ્ચેના ઝઘડાનો ઉકેલ લાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને ભાઈ-બહેન વચ્ચે સિબલિંગ રાઈવલરી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા બાળકોની સિબલિંગ રાઈવલરીને કંટ્રોલ કરવા માટે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
સરખામણી ન કરો
એક બાળકની બીજા સાથે સરખામણી કરવાથી બાળકને એવું લાગે છે કે બીજું બાળક વધુ હોશિયાર અને સારું છે, જેના કારણે તેમનામાં ઇન્ફિરીઓરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થવા લાગે છે. જો તમારો હેતુ પ્રેરણા આપવાનો હોય તો પણ બાળકની માનસિકતા તેને નકારાત્મક રીતે જુએ છે. તેથી બે બાળકોની સરખામણી ન કરો.
કોઈ એકનો પક્ષ ન લો
ઘણી વાર જ્યારે ઝઘડા બહુ ગંભીર ન હોય, ત્યારે કોઈ એકનો પક્ષ લઈને બીજા બાળક એકલુંન પાડી દો. આના કારણે, બાળક તેના ભાઈ-બહેનોની સાથે તમારા પ્રત્યે પણ નકારાત્મક વલણ અપનાવશે. તમારી ભૂલ છે એવું કોઈને કહેવાને બદલે કહો કે ચાલો સાથે મળીને આ સમસ્યાનું સમાધાન કરીએ.
હેલ્ધી કોમ્પિટિશન બનાવો
ઝઘડાઓને સકારાત્મક વલણમાં ફેરવવાનો પ્રયાસ કરો. તેને રચનાત્મક રમત અથવા આનંદમાં ફેરવો. આનાથી બાળકોનું મન ડાઈવર્ટ થાય છે અને તેમનામાં વધુ સારું કરવાની ભાવના કેળવાય છે.
શિસ્ત મહત્ત્વપૂર્ણ છે
ખોટા વર્તનને ક્યારેય સમર્થન ન આપો. બાળકોને શિસ્તબદ્ધ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવો જેથી તમારી પોતાની ઉર્જા બચે અને બાળકો પણ યોગ્ય દિશામાં આગળ વધે. જ્યારે તેઓ લડતા હોય, ત્યારે તેમને બે અલગ રૂમમાં જવાની સૂચના આપો અને તેમને તેમના મનને શાંત કરવાની તક આપો. તેમની ભૂલો અને તેમના વર્તન વિશે વિચારવા દો અને સાચું અને ખોટુંશું છે તે સમજાવો.
સમાધાન કરવાનું શીખવો
ઝઘડાને કેવી રીતે હેન્ડલ કરવા તે જાતે શીખવો. તેમને સમજાવો કે એક પછી બીજાનો વારો આવશે, જ્યારે તેઓ ગુસ્સે થાય ત્યારે તેમને ઊંડા શ્વાસ લેવાનું શીખવો, તેમને 10થી 1 સુધી ગણતરી કરવાનું કહો, તેમને ઝઘડો કરવાને બદલે તેમની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવાનું શીખવો.








