મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips : થાઇરોઇડનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુ, ભૂલથી પણ ન કરતા સેવન

થાઇરોઇડની સમસ્યા આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પુરુષો કરતા મહિલાઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. થાઇરોઇડમ

Health Tips : થાઇરોઇડનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુ, ભૂલથી પણ ન કરતા સેવન

થાઇરોઇડની સમસ્યા આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પુરુષો કરતા મહિલાઓમાં આ તકલીફ વધારે જોવા મળે છે. થાઇરોઇડમાં ગળામાં એક નાની પતંગિયા જેવી ગ્રંથિ હોય છે જે થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન કરે છે. આ હોર્મોન આપણાં શરીરનાં મેટાબોલિઝમ, ઉર્જા અને શારિરીક તાપમાનને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ગ્રંથિ પર્યાપ્ત હોર્મોન બનાવતી નથી જેને હાઇપોથાઇરોડિઝમ કહે છે. આમ, તમને થાઇરોઇડ છે તો આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.

આ વસ્તુઓ ખાવાનું ટાળો

તમને થાઇરોઇડ છે તો તમે આયોડીનનો ઉપયોગ ઓછો કરો. આ કારણે હોર્મોન ઉત્પાદન ઓછું થાય છે. ખાસ કરીને તમે કોબીજ, બ્રોકલી તેમજ લીલા શાકભાજીનું સેવન ઓછું કરો. બને ત્યાં સુધી આ ટાઇપનાં શાક ખાવાનું ટાળો. ખાસ ધ્યાન રાખો કે આ વસ્તુઓનું સેવન કરવા તમે ઇચ્છો છો તો ખાસ કરીને બરાબર રાંધીને ખાઓ. આ સાથે ડોક્ટરની સલાહ લઇને પછી સેવન કરો.

સોયાબીન અને એમાંથી બનેલા ઉત્પાદનો જેમ કે ટોફૂ, સોયા મિલ્ક, સોયા સોસ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો. આમ, તમે જો આ વસ્તુઓ ખાવાનાં શોખીન છો તો દવા લીધાનાં ચાર કલાક પછી સોયાનું સેવન કરો.

થાઇરોઇડનાં દર્દીઓએ ખાસ કરીને સ્વીટ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઇએ. વધારે માત્રામાં ખાંડ, સોડા, મીઠાઇનું સેવન કરવાથી આ તકલીફ વધી શકે છે. આટલું જ નહીં આ તમારું વજન પણ ઝડપથી વધારી શકે છે. આ સાથે શરીરમાં સોજા લાવી શકે છે. આમ, આ બધું જોતા ગળી વસ્તુઓનું સેવન તમે બને ત્યાં સુધી ઓછું કરો.

થાઇરોઇડનાં દર્દીઓએ ખાસ કરીને ચા અને કોફીનું સેવન પણ ઓછું કરવું જોઇએ. એક્સપર્ટની સલાહ અનુસાર તમે જ્યારે સવારમાં દવા લઇ લો ત્યારબાદ એક કલાક પછી ચા, કોફી પીવા જોઇએ.

તમને થાઇરોઇડ છે તો તમે શરાબનું સેવન બિલકુલ કરશો નહીં. શરાબનું સેવન કરવાથી લિવર પર સીધી અસર પડે છે. આમ, થાઇરોઇડ છે અને તમે શરાબનું સેવન કરો છો તો આ તકલીફમાં વધારો થઇ શકે છે.

થાઇરોઇડનાં દર્દીઓ બહારનો ખોરાક ખાવાનું ટાળવું જોઇએ. જંક ફૂડ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરી શકે છે. આમ, તમે બટાકાથી લઇને બીજી કોઇ ચિપ્સ ખાવાનાં શોખીન છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો