મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips : વિટામિન B12નો ભંડાર છે આ વસ્તુ, આહારમાં જરૂર કરો સામેલ

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. તેવી જ રીતે એક જરૂરી પોષક તત્વ છે

Health Tips : વિટામિન B12નો ભંડાર છે આ વસ્તુ, આહારમાં જરૂર કરો સામેલ

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. તેવી જ રીતે એક જરૂરી પોષક તત્વ છે વિટામીન B12. આ વિટામિન આપણી એનર્જી, મગજ અને નર્વ સિસ્ટમને જાળવે છે. વિટામિન B12ની ખામીના લીધે વ્યક્તિ હંમેશા થાક અને નબળાઈ અનુભવી શકે છે, તેમની નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અને તેમને ઘણી અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોકે, B12 સામાન્ય રીતે ફક્ત પશુ આધારિત ખોરાકમાં જ જોવા મળે છે, તેથી શાકાહારીઓ માટે થોડી મુશ્કેલી ઊભી થાય છે. આ જ કારણ છે કે, મોટાભાગના શાકાહારીઓ વિટામિન B12ની ઉણપથી પીડાય છે. જો તમે પણ શાકાહારી છે, તો આ માહિતી તમને મદદરૂપ થઈ શકે છે. તાજેતરમાં પ્રખ્યાત ન્યૂટ્રિશનિસ્ટે જણાવ્યું કે શાકાહારીઓમાં જે કુદરતી રીતે વિટામિન B12ના લેવલને વધારી શકે છે. ચાલો જાણીએ કઇ છે

શેમાંથી મળે છે વિટામિન B12?

ન્યૂટ્રિશનિસ્ટ ન્યૂટ્રિશનલ યીસ્ટ (Nutritional Yeast) ખાવાની સલાહ આપે છે. ન્યૂટ્રિશનલ યીસ્ટ એક ખાસ પ્રકારની યીસ્ટ હોય છે, જેને ગોળ કે શેરડીના રસ પર ઉગાડવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે પ્લાન્ટ બેઝ્ડ છે. ત્યાર બાદ તેને ડિએક્ટિવેટ કરવામાં આવે છે, એટલે કે તે કોઇ પણ વસ્તુને ફર્મેન્ટ કે ફૂલાવતી નથી. તેથી તે બેકિંગ ઉપયોગમાં થતી યીસ્ટથી એકદમ અલગ છે.

કેટલી માત્રામાં લેવી જોઇએ?

ન્યૂટ્રિશનિસ્ટે જણાવે છે કે, રોજ માત્ર એક ચમચી ન્યૂટ્રિશનલ યીસ્ટ તમારી દૈનિક વિટામિન B12ની જરૂરિયાતને 40-100% પૂર્ણ કરી શકે છે. આ એક હાઇ પ્રોટીન અને હાઇ ન્યૂટ્રીએન્ટ ફૂડ છે, જે બાળકો માટે પણ સુરક્ષિત છે. ન્યૂટ્રિશનલ યીસ્ટ પચવામાં સરળ હોય છે અને પેટમાં ગેસ કે બ્લોટિંગ કરતી નથી.

કેવી રીતે કરવું સેવન?

તમે તેને પાસ્તા, સલાડ કે સૂપ, રોસ્ટેડ સ્નેક્સ, પોપકોર્ન પર ઉપરથી સ્પ્રિંકલ કરીને ખાઇ શકો છો. તેનો સ્વાદ થોડો ચીઝી અને નટી હોય છે, જે પાસ્તા, સલાડ, સૂપ કે સ્નેક્સ પર ખૂબ જ સારો લાગે છે. જો તમે શાકાહારી છો અને વિટામિન B12ની કમીથી પરેશાન છો તો ન્યૂટ્રીશનલ યીસ્ટને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો