મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : આ રીતે ઘરે બનાવો કાબુલી ચણા પુલાવ, વધેલા ચણાનો થઇ જશે બેસ્ટ ઉપયોગ

ગુજરાતીઓ લોકો ખાવાના બહુ શોખીન હોય છે. ભારતીય ખોરાકમાં પુલાવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે. આજકાલ પાઉં

Recipe : આ રીતે ઘરે બનાવો કાબુલી ચણા પુલાવ, વધેલા ચણાનો થઇ જશે બેસ્ટ ઉપયોગ

ગુજરાતીઓ લોકો ખાવાના બહુ શોખીન હોય છે. ભારતીય ખોરાકમાં પુલાવને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યુ છે. આજકાલ પાઉં ભાજીની ભાજી અને પુલાવ ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. પુલાવમાં તમને અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. આમ તો તમે ઘણાં બધા પુલાવ ટ્રાય કર્યા હશે પણ શું તમે ક્યારે કાબુલી ચણા પુલાવ ટેસ્ટ કર્યો છે. કાબુલી ચણા પુલાવ ખાવાની બહુ જ મજા આવે છે. આ પુલાવ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ઘરે કાબુલી ચણા બનાવ્યા હોય અને એ વધ્યા હોય તો તમે આમાં ઉપયોગ કરી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કાબુલી ચણા પુલાવ.

સામગ્રી

  • એક કપ ચોખા
  • અડધો કપ કાબુલી ચણા
  • એક ચમચી આદુની પેસ્ટ
  • અડધી ચમચી જીરું
  • એક તજનો ટુકડો
  • બે મોટી ઇલાયચી
  • ત્રણથી ચાર લવિંગ
  • બે લીલા મરચા
  • 8 થી 10 કાળા મરી
  • અડધી ચમચી હળદર
  • એક લીંબુ
  • ત્રણ ચમચી દેસી ઘી
  • સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • કાબુલી ચણા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ કાબુલી ચણા લો અને એને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
  • ત્યારબાદ આ ચણામાંથી પાણી કાઢી લો બીજુ પાણી કુકરમાં મુકીને આ ચણા બાફી લો. આમાં તમે વધેલા ચણા પણ લઇ શકો છો.
  • એક કડાઇમાં લવિંગ, તજ, કાળા મરી, ઇલાયચીને ગરમ કરીને એક પ્લેટમાં લઇ લો.
  • હવે એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો.
  • ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લીલા મરચા અને આદુની પેસ્ટ નાખો.
  • હવે આમાં બાફેલા કાબુલી ચણા અને ભાત નાંખો.
  • પછી લવિંગ, તજ, કાળા મરી અને ઇલાયચી નાંખો.
  • ગેસ બંધ કરી દો અને માઇક્રોવેવમાં મુકી દો.
  • બે મિનિટ સુધી થવા દો અને બાઉલ બહાર કાઢીને આમાં લીંબુનો રસ અને મીઠું નાખીને બંધ કરીને ફરીથી માઇક્રોવેવમાં સેટ કરીને મુકી દો.
  • તો તૈયાર છે કાબુલી ચણા પુલાવ.

આ સમાચાર શેર કરો