Parenting Tips / માતા-પિતાની આ ભૂલો છીનવી લે છે બાળકોનો આત્મવિશ્વાસ, તેને આજે જ સુધારો
બાળકોને ઉછેરવાનો અર્થ માત્ર તેમની શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો નથી, પરંતુ તેમના માનસિક અને

બાળકોને ઉછેરવાનો અર્થ માત્ર તેમની શારીરિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો નથી, પરંતુ તેમના માનસિક અને નૈતિક વિકાસમાં પણ મદદરૂપ થવાનું હોય છે. આવી સ્થિતિમાં, માતા-પિતાએ તેમના બાળકો માટે ઘરમાં સકારાત્મક અને સ્વસ્થ વાતાવરણ બનાવવું જોઈએ, જેથી તેઓ આત્મનિર્ભર અને સંવેદનશીલ બની શકે. આ સાથે યોગ્ય પેરેન્ટિંગનો અર્થ એ પણ છે કે બાળકોની ભાવનાઓનું સન્માન કરવું, તેમને તેમની ભૂલોમાંથી શીખવવું અને તેમના સપનાનું સન્માન કરવું. ઉપરાંત, તેમને પૂર્ણ કરવામાં મદદ કરવી.
આ પણ વાંચો: parenting tips : માતા-પિતાએ બાળકોને દરરોજ આ 5 વાતો અવશ્ય કહેવી જોઈએ, ભવિષ્યમાં બનશે સફળ અને સારા વ્યક્તિ
પેરેન્ટિંગ એ એક જવાબદારી છે જે બાળકોના ભવિષ્યને આકાર આપે છે, પરંતુ કેટલીકવાર માતા-પિતા એવી ભૂલો કરે છે જે બાળકના આત્મવિશ્વાસને નબળો પાડી શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.
ટીકા કરવી
બાળકોની ભૂલો વારંવાર દર્શાવવાથી તેઓ પોતાની જાત પર શંકા કરવા મજબૂર થાય છે. જેના કારણે તેઓ કોઈપણ કામ કરતા પહેલા ડરે છે અને કોઈપણ કામ કરવાની ઈચ્છા ગુમાવી દે છે.
સરખામણી કરવી
અન્ય બાળકો સાથે સરખામણી કરવાથી બાળકમાં હીન ભાવના અને ઈર્ષ્યાનો વિકાસ થાય છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. તેથી, બાળકની સરખામણી ક્યારેય ન કરવી જોઈએ, બલ્કે તેને પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે.
લાગણીઓને અવગણવી
બાળકોની લાગણીઓને સમજવી અને સ્વીકારવી જરૂરી છે. તેમની લાગણીઓને નકારવાથી તેઓને ઓછા મહત્ત્વનો અનુભવ થાય છે. બાળકની લાગણીઓનું સન્માન કરવું જરૂરી છે.
વધુ પડતું રક્ષણ કરવું
બાળકોની દરેક સમસ્યાનું જાતે જ નિરાકરણ તેમને આત્મનિર્ભર બનવામાં અવરોધે છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઓછો થાય છે. બાળકોને અમુક નિર્ણયો જાતે લેવા દેવા જોઈએ.
ફક્ત ભૂલો દર્શાવવી
બાળકોની સિદ્ધિઓની પ્રશંસા કરવી મહત્ત્વપૂર્ણ છે. માત્ર નેગેટિવ વાતો કહેવાથી તેમનું મનોબળ ઓછું થાય છે.
પસંદગીઓને અવગણવી
બાળકોની પસંદગીઓને અવગણવાથી તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. બાળકોને તેઓ જે વસ્તુમાં રસ ધરાવતા હોય તેને અજમાવવાની છૂટ આપવી જોઈએ અને તેમને પ્રગતિ કરવામાં મદદ કરવી જોઈએ.
કારણ સમજાવ્યા વિના સજા આપવી
સજા આપતા પહેલા કારણ સમજાવવું જરૂરી છે. બાળકોને કોઈપણ કારણ વગર સજા કરવાથી તેઓ અસુરક્ષિત અનુભવે છે.
પ્રથમ આવવા પર દબાણ કરવું
બાળકો પર હંમેશા શ્રેષ્ઠ રહેવા કે કોઇપણ પરીક્ષામાં પ્રથમ આવવાનું દબાણ તેમનામાં નિષ્ફળતાનો ડર પેદા કરે છે.
સમય ન આપવો
બાળકોને સમય અને ધ્યાન ન આપવાથી તેમના મનમાં એકલતા અને અસુરક્ષાની લાગણી જન્મે છે.








