આવી આદતોને કારણે વર્કપ્લેસ પર ઓછું થઈ જાય છે તમારું સન્માન, આ વાતોનું ધ્યાન રાખો
વર્કપ્લેસ પર ફક્ત તમારા કામને જજ નથી કરવામાં આવતું, પરંતુ તમારા વર્તન પર પણ ધ્યાન આપવામાં આવે છે. ઓફિસમાં તમે

વર્કપ્લેસ પર ફક્ત તમારા કામને જજ નથી કરવામાં આવતું, પરંતુ તમારા વર્તન પર પણ ધ્યાન આપવામાં આવે છે. ઓફિસમાં તમે કેવા કપડા પહેરો છો, તમે કેવી રીતે બેસો છો, કેવી રીતે બોલો છો, તમારી વાત કરવાની રીત પણ જજ કરવામાં આવે છે. તમે કદાચ નહીં જાણતા હોવ, પરંતુ તમામ બાબતો તમારા વ્યક્તિત્વ પર ઘણી અસર કરે છે. જો કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વર્કપ્લેસ પર તમારું સન્માન ઘટી શકે છે અથવા લોકો તમારી વાતને ગંભીરતાથી લેવાનું બંધ કરી શકે છે.
પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માટે સખત મહેનત કરવા સિવાય તમારું વલણ પણ મહત્ત્વનું છે. તમારી કેટલીક આદતોના કારણે તમે કામના સ્થળે અન્ય લોકોથી પાછળ રહી શકો છો, અને તમારી છબી પણ ખરાબ થઈ શકે છે અને તમારું સન્માન ઓછું થઈ શકે છે.
કામ પર ધ્યાન ન આપવું
વર્કપ્લેસ એ એવી જગ્યા છે જ્યાં જતાની સાથે જ તમારે કામ કરવું પડે છે અને આવી સ્થિતિમાં જો તમે તમારા કામ પર ફોકસ નહીં કરો તો બીજાની નજરમાં તમારું સન્માન જ ઓછું નથી થતું, પરંતુ તમારી નોકરી પર પણ જોખમ આવી શકે છે. તેથી, તમારે તમારા કામ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વધુ પડતી વાતો કરવી
વર્કપ્લેસ પર જરૂરી હોય તેટલી જ વાત કરવી યોગ્ય છે. વધારે પડતું બોલવાને કારણે લોકો તમારા વિશે ખરાબ અભિપ્રાય બાંધે છે અને તમે જે બોલો છો તેને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે, તેથી કામના સ્થળે ઓછું બોલો અને જરૂરી એટલું જ બોલો.
અંગત વસ્તુઓ શેર કરવી
પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને અલગ રાખવી જોઈએ કારણ કે ઓફિસમાં તમે મોટાભાગે પ્રોફેશનલ સંબંધો જાળવતા હોવ છો. તમારે તમારા અંગત જીવન વિશેની વસ્તુઓ જેમ કે સંબંધો અને નાણાકીય સ્થિતિ વગેરેને શેર કરવાનું ટાળવું જોઈએ.
પૂછ્યા વગર સલાહ આપવી
વર્કપ્લેસ પર એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી જ સારી. જો તમે કોઈને કોઈ કારણ વગર સલાહ આપો છો, તો તે તમારો આભાર માનશે નહીં, બલ્કે તેને લાગશે કે તમે તેના કામમાં દખલ કરી રહ્યા છો અને લોકો તમારી સલાહની કદર કરવાનું બંધ કરી દે છે, તેથી હંમેશા કોઈના માંગ્યા વગર સલાહ આપવાનું ટાળો.
બીજાઓ વિશે ખરાબ બોલવું
ઓફિસમાં ગોસીપ કરવી એ ખૂબ જ સ્વાભાવિક બાબત છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ વાત કરે છે, પરંતુ વધુ પડતી ગોસીપ કરવાથી અને એક સહકર્મચારી વિશે ખરાબ બોલવાથી તમારું માન ઓછું થઈ શકે છે.








