મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Beauty Tips : આ કુટેવોના લીધે જ થાય છે આંખો નીચે ડાર્ક સર્કલ, જાણો કાળા કુંડાળા દૂર કરવાના સરળ ઉપાય

આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. લાઇફ સ્ટાઇલમાં તમે ચેન્જિસ કરતા નથી ત

Beauty Tips  : આ કુટેવોના લીધે જ થાય છે આંખો નીચે ડાર્ક સર્કલ, જાણો કાળા કુંડાળા દૂર કરવાના સરળ ઉપાય

આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લાઇફ સ્ટાઇલમાં બદલાવ કરવો ખૂબ જરૂરી છે. લાઇફ સ્ટાઇલમાં તમે ચેન્જિસ કરતા નથી તો હેલ્થ અને સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. જો કે આજનાં આ સમયમાં લોકોમાં સ્ટ્રેસ, થાક અને અનહેલ્ધી લાઇફ સ્ટાઇલને કારણે આંખો નીચે કાળા કુંડાળા થતા હોય છે. આ ડાર્ક સર્કલ્સ તમારી સુંદરતા બગાડવાનું કામ કરે છે. આમ, તમે સરળતાથી ડાર્ક સર્કલ્સને દૂર કરી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. તો જાણો આ માટે તમારે કઈ આદત બદલવાની જરૂર છે.

તમારી આ આદતો બદલો

ઊંઘની કમી

આંખો નીચેનાં કાળા કુંડાળા દૂર કરવા માટે તમે પૂરતી ઊંઘ લો. તમે મોડી રાત સુધી જાગો છો અને અપૂરતી ઊંઘ લો છો તો આંખોની આસપાસ લોહીનાં સંચારમાં તકલીફ પડી શકે છે જેનાં કારણે સ્કિન પાતળી તેમજ ડલ દેખાય છે. આમ આ પરિસ્થિતિ લાંબો સમય સુધી રહેવાને કારણે ડાર્ક સર્કલ પડી શકે છે.

વધારે સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવું

સ્ક્રીન ટાઇમ વધારે હોવાને કારણે પણ આંખો નીચે કાળા કુંડાળા થઈ શકે છે. સામાન્ય રીતે મોટાભાગનાં લોકો ફોન, લેપટોપ તેમજ ટીવીની સ્ક્રીન જોતા હોય છે. આ સ્ક્રીનની બ્લુ લાઇટ આંખોની આસપાસ ધક્કો આપે છે જેનાં કારણે સ્ક્રીન પર નજર ટકી રહે છે અને આંખોની નસો પર પ્રેશર આવે છે. આ કારણે ડાર્ક સર્કલ્સ પડવા લાગે છે.

ખાનપાનનું ધ્યાન રાખો

હેલ્ધી અને ફિટ રહેવા માટે ખાનપાન પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને વિટામીન સી અને આયરનની ઉણપ હોવાને કારણે આંખો નીચેની સ્કિન નબળી પડવા લાગે છે. આ કારણે બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે અને સ્કિન કાળી પડે છે.

સ્ટ્રેસ કંટ્રોલ કરો

સ્ટ્રેસ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે જે સ્કિનની ક્વોલિટીની પ્રભાવિત કરે છે. તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો ડાર્ક સર્કલ થાય છે.

ડાર્ક સર્કલ દૂર કરવાનો અસરકારક ઉપાય

ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે બટાકાનો રસ તેમજ ખીરાનો રસ લગાવી શકો છો. બટાકા અને ખીરાનો રસ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો