મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips : શિયાળામાં ગોળ અને ચણા ખાવાના છે અગણિત લાભ, તમારા આહારમાં જરૂર કરો સામેલ

જેમ જેમ શિયાળાની ઠંડી વધે છે, તેમ તેમ ભારતીયો તેમના આહારમાં ગોળ અને ચણા (દાળિયા)ના પરંપરા

Health Tips : શિયાળામાં ગોળ અને ચણા ખાવાના છે અગણિત લાભ, તમારા આહારમાં જરૂર કરો સામેલ
જેમ જેમ શિયાળાની ઠંડી વધે છે, તેમ તેમ ભારતીયો તેમના આહારમાં ગોળ અને ચણા (દાળિયા)ના પરંપરાગત મિશ્રણનો સામેલ કરે છે. આ પૌષ્ટિક નાસ્તો માત્ર ગામડાઓમાં જ નહીં પણ શહેરોમાં પણ લોકપ્રિય બન્યો છે. પરંતુ શું આ મિશ્રણ ખરેખર સ્વાસ્થ્ય માટે લાભકારી છે કે માત્ર એક દંતકથા? આ સવાલનો જવાબ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટરે આપ્યો છે.   ડૉક્ટરના મતે, ગોળ અને ચણાને શિયાળામાં સાથે ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ બંને વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે.   પોષણનો પાવરહાઉસ: ચણા પ્રોટીન, બી વિટામિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટો છે.   આ મિશ્રણ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોવાથી તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને દિવસભર લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે અને સુસ્તી દૂર કરે છે. ગોળ અને ચણા ખાવાના 5 મોટા ફાયદા નિષ્ણાતના મતે, શિયાળા દરમિયાન આ મિશ્રણનું સેવન કરવાથી શરીરને નીચે મુજબના મુખ્ય લાભ મળે છે:   રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ અને દાળિયાનું સંયોજન રોગપ્રતિકારક શક્તિ (Immunity)ને મજબૂત બનાવે છે, જેનાથી શિયાળામાં સામાન્ય એવી શરદી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે.   એનિમિયા દૂર કરે: ગોળ આયર્નનો ઉત્તમ સ્રોત હોવાથી તે શરીરમાં લોહીનું પ્રમાણ જાળવી રાખે છે. તેનું નિયમિત સેવન એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.   હાડકાં અને સ્નાયુ મજબૂત: ગોળમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, જ્યારે ચણાનું પ્રોટીન સ્નાયુઓને તાકાત આપે છે, જેનાથી નબળાઈ આવતી નથી.   પાચનતંત્ર સુધારે: ચણામાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન માટે ઉત્તમ છે. ગોળ પણ પાચનમાં મદદરૂપ થાય છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.   શક્તિ અને ગરમી પ્રદાન: આ મિશ્રણ શરીરને જરૂરી ગરમી આપે છે અને શક્તિ પ્રદાન કરી શરીરને શિયાળાની ઠંડી સામે લડવા માટે તૈયાર કરે છે.  

આ સમાચાર શેર કરો