મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips : ઠંડીમાં આ વસ્તુનું ભૂલથી પણ સેવન ન કરો, અન્યથા આરોગ્યને થઈ શકે છે નુકસાન

શિયાળો આવતા જ વાતાવરણમાં ઠંડક ઘણી જ વધી જાય છે. જેના કારણે ઘણા લોકો બીમાર પણ પડે છે. જો કે, આપણે

Health Tips : ઠંડીમાં આ વસ્તુનું ભૂલથી પણ સેવન ન કરો, અન્યથા આરોગ્યને થઈ શકે છે નુકસાન

શિયાળો આવતા જ વાતાવરણમાં ઠંડક ઘણી જ વધી જાય છે. જેના કારણે ઘણા લોકો બીમાર પણ પડે છે. જો કે, આપણે ખાવા-પીવામાં આ બાબતે ધ્યાન રાખીએ તો સ્વસ્થ રહેવું એ આપણા હાથમાં જ છે. આ માટે જ ઘણા એવા ડ્રિંક છે જે, આપણા શરીર માટે છે ઘણા જ ફાયદાકારક પરંતુ તેને જો શિયાળામાં પીવામાં આવે તો તે આપણને બીમાર પાડી શકે છે. એટલું જ નહીં, જો આ ડ્રિંકનું વધુ સેવન કરવામાં આવે તો, તે રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે. આ સાથે જ શરદી, ઉધરસ અને કફથી હેરાન થઈ શકો છો. આ માટે શિયાળામાં આ ડ્રિંક અને અમુક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

ગરમીમાં નારિયેળ પાણી પીવું ખૂબ ફાયદાકારક હોય છે, પરંતુ શિયાળામાં આ જ સમસ્યાઓ પેદા કરે છે. શિયાળામાં આ શરીરનું તાપમાન ઓછું કરે છે અને કફ સાફ કરે છે. સાઇનસ અથવા ગળામાં ખારાશથી પીડિત લોકો માટે આ રાહત આપનાર હોઈ શકે છે. જો તમને આ પીવું જ હોય, તો તેને ખૂબ જ ઓછી માત્રામાં અને દિવસમાં માત્ર એક જ વાર પીવો.

શિયાળામાં દહીં અથવા કેળાથી બનેલી સ્મૂદી પીવાની આદત આરોગ્ય માટે સારી નથી કારણ કે આથી કફ ઝડપથી બને છે. દહીં અને કેળા બંને ખૂબ ઠંડા હોય છે. તેને ખાવાથી શરીરમાં કફ થવાની શક્યતા વધી રહે છે. આથી ગળામાં ખારાશ, ઉધરસ અને શરદી થવાની સંભાવના વધે છે. સવારે વહેલી કે રાત્રે શિયાળામાં દહીં-કેળા ખાવા નહીં.

વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ છે, પરંતુ તેની તાસીર ઠંડી હોય છે, જેના કારણે કફ દોષ વધે છે. ઠંડા મોસમમાં વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં કફ દોષ વધે છે, જેના કારણે ગળામાં ખારાશ, કફ જમા થવું અને ઉધરસ થઈ શકે છે. જો તમને આ પીવાની આદત હોય, તો તેને ગરમ પીવો.

લીંબુ પાણી અને ડિટોક્સ વોટર શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, પરંતુ શરદી-ઉધરસ દરમિયાન ગળામાં ખારાશ માટે આ ખતરનાક છે. લીંબુ અમ્લીય હોય છે અને ગળામાં બળતરા પેદા કરી શકે છે, અને તેના ઠંડા ગુણ કફના ઉત્પાદનને વધારી શકે છે. તેને ગરમ પાણી અને મધ સાથે પીવો, આ ગળા માટે આરામદાયક છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો