દિવસની હેલ્ધી અને ટેસ્ટી શરૂઆત કરતા નાસ્તાનો બેસ્ટ આઈડીયા છે પૌઆ કટલેટ, જે આ સરળ રેસિપીથી કરો તૈયાર
સવારની શરૂઆત જો સ્વાદીષ્ટ અને હેલ્ધી નાસ્તાથી થાય તો આખો દિવસ સારો જતો હોય છે. જો તમે રોજ-ર

સવારની શરૂઆત જો સ્વાદીષ્ટ અને હેલ્ધી નાસ્તાથી થાય તો આખો દિવસ સારો જતો હોય છે. જો તમે રોજ-રોજ એકને એક બ્રેકફાસ્ટ કરીને થાકી ગયા છો તો, પૌવા કટલેસની આ રેસીપી ખાસ તમારા માટે જ છે. જેને બનાવવી ખૂબ જ સરળ છે અને આ પરિવારના દરેક સદસ્યોને ખૂબ જ ભાવશે પણ.
2 લોકો માટે આ સરળ રેસીપી કરો તૈયાર
સામગ્રી:
પૌવા: 1 કપ
બાફેલા બટેટા: 2
જીણું કાપેલું શાકભાજી: અડધો કપ (ગાજર, વટાણા, કેપ્સીકમ)
ડુંગળી: 1 નાની, જીણી સમારેલી
આદું-લસણની પેસ્ટ: 1 ચમચી
લીલું મરચું: 1થી 2 જીણું કાપેલું
ધાણાજીરું પાઉડર: અડધી ચમચી
જીરું પાવડર: અડધી ચમચી
લાલ મરચું પાઉડર: અડધી ચમચી(સ્વાદ આનુસર)
ચાટ મસાલો: અડધી ચમચી
લીંબુનો રાસ : 1 ચમચી
ધાણાના પાન: 2 ચમચી નાના સમારેલા
મીઠું: સ્વાદ પ્રમાણે
તેલ: તળાવા માટે
બનાવવાની રીત
સૌથી પહેલા પૌવાને ચાલણીમાં નાખીને સારી રીતે ધોઈ લ્યો. ધ્યાન રાખો કે તેને પાણીમાં લાંબા સમય સુધી પલાળીને ના રાખવા, બસ ધોઈને 5 મિનિટ માટે થોડા ફેલાવી દો અને થોડો સમય નરમ થવા દો.
એક મોટા બાઉલમાં બાફેલા મૈશ કરેલા બટેટા લો. હવે આમાં નરમ પૌવા અને જીણું સમારેલું બધુ શાકભાજી (ગાજર, વટાણા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા) નાખો.
હવે આ મિશ્રણમાં આદું-લસણની પેસ્ટ, ધાણાજીરું પાઉડર, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું, લીંબુનો રાસ નાખો. આ બધી વસ્તુઓને હળવેથી હલાવીને એક મુલાયમ લોટ તૈયાર કરી લો. હવે આ મિશ્રણને નાના-નાના કટલેટ કે ટિક્કીનો આકાર આપો. પછી એક તવામાં તેલ ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે તેને મીડિયમ ફ્લોમાં સોનેરી-ભૂરા થાય ત્યાં સુધી તળો. બંને બાજુથી સારી રીતે તળો જેથી એ ક્રિસ્પી બની શકે.
હવે તમારી આ સ્વાદીષ્ટ પૌવા કટલેટ તૈયાર છે. તેને લિલી ચટણી, આમલીની ચટણી તથા ટોમેટો કેચપ સાથે તમારા પરિવારને ગરમા ગરમ પીરસો.






