Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : It will cool the stomach in the summer heat

Recipe : ઉનાળાની ગરમીમાં પેટને આપશે ઠંડક: માત્ર 5 મિનિટમાં બનાવો દહીં અને કોથમીર રાઈસ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : ઉનાળાની ગરમીમાં પેટને આપશે ઠંડક: માત્ર 5 મિનિટમાં બનાવો દહીં અને કોથમીર રાઈસ
સોર્સ : gstv

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે અને પેટ માટે હળવો હોય તેવો આહાર ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ઓફિસના કામ અને ગરમી વચ્ચે જ્યારે તમે વ્યસ્ત હોવ, ત્યારે વધુ પડતું તેલવાળું કે ભારે ભોજન લેવાથી આળસ, થાક અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ માટે દહીં-કોથમીર રાઈસ (Curd & Coriander Rice) એ એક ઉત્તમ વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.

App Store

દહીં-કોથમીર રાઈસ બનાવવાની સામગ્રી

  • 1 કપ રાંધેલા ભાત (સંપૂર્ણ ઠંડા કરેલા)
  • અડધો થી 1 કપ ઘટ્ટ દહીં
  • 2-3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • 1 નાનું લીલું મરચું (ઝીણું સમારેલું)
  • અડધી ચમચી રાઈ
  • 5-6 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી તેલ અથવા ઘી
  • મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત 

ભાત તૈયાર કરો: સૌથી પહેલા રાંધેલા ભાતને એક મોટા બાઉલમાં કાઢી લો. તેને ચમચી કે કાંટા વડે થોડા છૂટા કરી લો જેથી ભાત એકબીજા સાથે ચોંટેલા ન રહે.

દહીં ઉમેરો: હવે તેમાં ઘટ્ટ દહીં ઉમેરો અને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખો કે દહીં બહુ ખાટું ન હોય, તો જ તેનો સ્વાદ સરસ આવશે.

મસાલા મિક્સ કરો: હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર, લીલું મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખીને હળવા હાથે બધું મિક્સ કરી લો.

વઘાર તૈયાર કરો: એક નાની કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં રાઈ નાખો અને રાઈ તતડે એટલે મીઠા લીમડાના પાન ઉમેરો. થોડી સેકન્ડ સાંતળો જેથી તેની સુગંધ સરસ બેસી જાય.

મિક્સ કરો: તૈયાર કરેલા આ વઘારને દહીં-ભાતના મિશ્રણ પર રેડો અને હળવેથી મિક્સ કરો.

ગાર્નિશ કરો: ઉપરથી થોડી વધુ કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. તેને થોડીવાર ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.