Recipe : ઘરે બનાવો ઘટ્ટ અને ક્રીમી નાળિયેરની ખીર, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

સોર્સ : gstv
નારિયેળને પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માતાજીને નારિયેળની ખીર ચઢાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તેવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ અર્પણ કરવાથી માતા મહાગૌરી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને ધન, ભરણપોષણ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે.
સામગ્રી
- છીણેલા તાજા નાળિયેર
- એક લિટર દૂધ
- અડધો કપ ખાંડ
- એલચી પાવડર
- બારીક સમારેલી બદામ એક ચમચી
- ઝીણા સમારેલા કાજુ, પિસ્તા
- એક ચપટી કેસર
બનાવવાની રીત
- દૂધને એક તપેલીમાં નાખીને ઉકાળો. જ્યાં સુધી દૂધ ઘાટુ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. જ્યારે દૂધ એકદમ ઘાટુ થઈ જાય એટલે તેમાં છીણાલું નાળિયેર નાખો. ત્યારબાદ દૂધને ઉકળવા દો.
- હવે તેમાં ખાંડ, એલચી પાવડર, કેસર, બદામ, કાજુ અને પિસ્તા નાખો. દૂધને 5થી 7 મિનિટ સુધી ગેસ પર ધીમી આંચે રહેવા દો અને દૂધને થોડી થોડીવારે હલાવતા રહો.
- તો તૈયાર છે નળિયેરની ખીર. તમે તને ઇચ્છા મુજબ ઠંડી અથવા ગરમ પીરસી શકો છો.

