Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Recipe : ક્રિસ્પી અને હેલ્ધી પાલક ચકરી: મહેમાનોના સ્વાગત માટે બેસ્ટ નાસ્તો

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : ક્રિસ્પી અને હેલ્ધી પાલક ચકરી: મહેમાનોના સ્વાગત માટે બેસ્ટ નાસ્તો
સોર્સ : gstv

સામાન્ય રીતે આપણે ચોખા કે ચણાના લોટની ચકરી ખાતા હોઈએ છીએ, પરંતુ જો તેમાં પાલક ઉમેરવામાં આવે તો તે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ બને છે. પાલક આયર્ન, વિટામિન્સ અને ફાઈબરથી ભરપૂર છે, જે આ નાસ્તાને એક 'ગ્લૂટેન ફ્રી' અને હેલ્ધી વિકલ્પ બનાવે છે.

App Store

જરૂરી સામગ્રી

2 કપ ચોખાનો લોટ
1/2 કપ ચણાનો લોટ
2 ચમચી શેકેલી ચણાની દાળ (દાળિયાનો પાવડર).
1/2 ચમચી જીરું
1 ચપટી હિંગ
મીઠું (સ્વાદ મુજબ)
1 ચમચી માખણ (બટર).
1 કપ તાજી પાલક
2 નંગ લીલા મરચા
1/4 કપ પાણી.
તળવા માટે તેલ.

બનાવવાની રીત

સૌ પ્રથમ પાલકને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો. મિક્સર જારમાં પાલક, લીલા મરચા અને થોડું પાણી ઉમેરી તેની ઘટ્ટ અને લીસી પેસ્ટ બનાવી લો.
એક મોટા વાસણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ચાળીને લો.
તેમાં શેકેલી ચણાની દાળનો પાવડર, જીરું, હિંગ, મીઠું અને માખણ ઉમેરો. હવે તૈયાર કરેલી પાલકની પેસ્ટ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધો. આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
ચકરી બનાવવાના સંચામાં (મશીન) સ્ટાર વાળી જાળી લગાવો. સંચાની અંદરની બાજુએ થોડું તેલ લગાવો જેથી લોટ ચોંટે નહીં.
હવે લોટનો લુવો બનાવી સંચામાં ભરો. એક પ્લાસ્ટિક પેપર અથવા કોટનના કાપડ પર ગોળ-ગોળ ફેરવીને મધ્યમ કદની ચકરી પાડો.
બધી ચકરી તૈયાર થઈ જાય પછી તેને 15-20 મિનિટ સેટ થવા દો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મધ્યમ તાપે સાવચેતીથી ચકરી તેમાં મૂકો.
ચકરી બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તળાઈ ગયા બાદ તેને પેપર નેપકિન પર કાઢી લો.
ચકરી સંપૂર્ણપણે ઠંડી થઈ જાય પછી જ તેને હવાચુસ્ત (Air-tight) ડબ્બામાં ભરો.
આ ચકરી 10 થી 15 દિવસ સુધી તાજી અને ક્રિસ્પી રહે છે. સાંજના સમયે ચા કે કોફી સાથે આ પૌષ્ટિક નાસ્તો ખાવાની ખૂબ મજા પડશે!