Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make market like creamy 'Strawberry Sikhanda' at home

Recipe : હીટવેવમાં ઠંડકનો અહેસાસ: ઘરે બનાવો માર્કેટ જેવું મલાઈદાર ‘સ્ટ્રોબેરી શીખંડ’, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : હીટવેવમાં ઠંડકનો અહેસાસ: ઘરે બનાવો માર્કેટ જેવું મલાઈદાર ‘સ્ટ્રોબેરી શીખંડ’, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
સોર્સ : gstv

ઉનાળાની ગરમીમાં જ્યારે કંઈક ઠંડુ અને ગળ્યું ખાવાનું મન થાય, ત્યારે શીખંડથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. ઘરે જ નેચરલ સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીને શીખંડ બનાવવાની રીત શેર કરી છે.

App Store

 સામગ્રી

  • દહીં: 1 કિલો (તાજું અને મીડિયમ મોળું)
  • સ્ટ્રોબેરી: 6 થી 7 નંગ (મોટી સાઈઝની)
  • ખાંડ: અડધો કપ (દળેલી)
  • સ્ટ્રોબેરી સીરપ: 3 થી 4 ચમચી
  • ગાર્નિશિંગ માટે: વધારાની સ્ટ્રોબેરી અને સીરપ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક ઊંડા વાસણ પર જાળી રાખી તેના પર કોટનનું કપડું પાથરો. તેમાં 1 કિલો દહીં નાખીને પોટલી વાળી લો. દહીંનું બધું જ પાણી નીતરી જાય તે માટે આ પોટલીને રાતભર ફ્રીજમાં રાખી દો.
ફ્રીજમાં રાખવાથી દહીં ખાટું નહીં થાય અને એકદમ ઘટ્ટ મસ્કો તૈયાર થશે.
ત્યારબાદ સ્ટ્રોબેરીને સાફ કરી તેના નાના-નાના ટુકડા કરી લો. થોડા ટુકડા અંદર નાખવા અને થોડા ગાર્નિશિંગ માટે અલગ રાખવા.
હવે તૈયાર થયેલા ચક્કાને એક બાઉલમાં લઈ લો. તેમાં કોઈ ગઠ્ઠા ન રહે તે રીતે તેને બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમાં 3-4 ચમચી દળેલી ખાંડ ઉમેરો
આ મિશ્રણમાં સમારેલી સ્ટ્રોબેરી ઉમેરો. હવે તેમાં ઘરે બનાવેલું સ્ટ્રોબેરી સીરપ નાખો. આ સીરપથી શીખંડનો કલર નેચરલ ગુલાબી આવશે અને સ્વાદ પણ બજાર જેવો લાગશે. બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.
તૈયાર થયેલા સ્ટ્રોબેરી શીખંડને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી થોડું સીરપ અને સ્ટ્રોબેરીના ટુકડા મૂકીને ગાર્નિશ કરો.

ખાસ ટિપ્સ 

શીખંડ માટે દહીં બહુ ખાટું ન લેવું, નહીંતર ખાંડ વધારે નાખવી પડશે.
દહીંને પાણી નિતારવા માટે હંમેશા ફ્રીજમાં જ રાખવું જેથી તે તાજું રહે.
જો તમારી પાસે ઘરે બનાવેલું સીરપ ન હોય, તો તમે બહારથી લીધેલું પણ વાપરી શકો છો.
ઉનાળાની બપોરે ઠંડો-ઠંડો સ્ટ્રોબેરી શીખંડ નાના બાળકોથી લઈ મોટાઓ સુધી બધાને ખૂબ જ પસંદ આવશે!