Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Now make a delicious mango pickle at home that will last all year round.

Recipe : દાદી-નાનીના હાથ જેવો સ્વાદ: હવે ઘરે બનાવો આખું વર્ષ ચાલે તેવું કેરીનું ચટાકેદાર અથાણું

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : દાદી-નાનીના હાથ જેવો સ્વાદ: હવે ઘરે બનાવો આખું વર્ષ ચાલે તેવું કેરીનું ચટાકેદાર અથાણું
સોર્સ : gstv

ઉનાળાની સીઝન આવતા જ દરેક ઘરમાં અથાણાંની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે બજારમાં કાચી અને સરસ કેરીઓ મળવા લાગી છે, જે અથાણું બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આજે અમે તમને અથાણાંનો ખાસ મસાલો અને તેને બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત જણાવીશું.

App Store

અથાણાંનો સ્પેશિયલ મસાલો

સૌ પ્રથમ 2 મોટી ચમચી મેથી, 4 મોટી ચમચી જાડી વરિયાળી,4 મોટી ચમચી પીળી રાય (રાયના કુરિયા) અને 1 નાની ચમચી જીરું લો. આ મસાલાને એક પેનમાં ધીમી આંચે હલકા શેકી લો (માત્ર ભેજ દૂર કરવા માટે, રંગ બદલાવો જોઈએ નહીં). મસાલા ઠંડા થાય એટલે તેને અધકચરા પીસી લો. હવે તેમાં 1 મોટી ચમચી હળદર, 2  મોટી ચમચી મીઠું, 2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 નાની ચમચી અજમો, ૧ નાની ચમચી કલોંજી અને અડધી ચમચી હિંગ ભેળવી દો.

કેરીનું અથાણું બનાવવાની રીત

સ્ટેપ 1: કેરીની તૈયારી

1 કિલો સારી કાચી કેરી લો. તેને બરાબર ધોઈને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કેરીનો ઉપરનો ભાગ કાઢી નાખો અને છોતરાં સાથે જ મધ્યમ કદના ટુકડા કરી લો. અંદરથી ગોટલી કાઢી નાખવી.

સ્ટેપ 2: કેરીને સૂકવવી અને હળદર-મીઠું ચઢાવવું

એક ટ્રે કે કાપડ પર કેરીના ટુકડા ફેલાવી દો અને તેને આખો દિવસ કડક તડકામાં સૂકવો. તેનાથી કેરીનો ભેજ નીકળી જશે અને અથાણું લાંબો સમય સારું રહેશે. હવે આ ટુકડામાં 2 ચમચી મીઠું અને ૧ ચમચી હળદર નાખીને એક દિવસ માટે રહેવા દો, જેથી કેરી ફરીથી નરમ થઈ જાય.

સ્ટેપ 3: મસાલા અને તેલ ઉમેરવું

હવે કેરીના ટુકડામાં તૈયાર કરેલો બધો જ મસાલો ઉમેરો. ત્યારબાદ ૧ કપ રાઈનું તેલ (ગરમ કર્યા વગર) નાખો. અથાણાંને દિવસમાં એકવાર હલાવો. ૨-૩ દિવસ પછી, જ્યારે મસાલા બરાબર ભળી જાય, ત્યારે તેને કાચની સૂકી બરણીમાં ભરી લો.

અથાણું સાચવવાની ખાસ ટિપ્સ

ભેજથી બચાવો: અથાણું ભરવાની બરણી કે હલાવવાની ચમચીમાં જરા પણ પાણી કે ભેજ ન હોવો જોઈએ.

તેલનું પ્રમાણ: બરણીમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું, જેથી કેરીના ટુકડા તેલમાં ડૂબેલા રહે.