Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Delicious 'apple pudding' will cool you down in summer

Recipe : ઉનાળામાં ઠંડક આપશે સ્વાદિષ્ટ ‘સફરજનની ખીર’, બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ હોંશે-હોંશે ખાશે

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : ઉનાળામાં ઠંડક આપશે સ્વાદિષ્ટ ‘સફરજનની ખીર’, બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ હોંશે-હોંશે ખાશે
સોર્સ : gstv

ચોખાની ખીર તો તમે ઘણી વાર ખાધી હશે, પણ શું ક્યારેય સફરજનની ખીર ટ્રાય કરી છે? આ ખીર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ ઉનાળામાં શરીરને ઠંડક અને પોષણ પણ આપે છે. સફરજનને દૂધમાં નાખતા પહેલા તેને ખાંડ સાથે પકવી લેવાથી દૂધ ફાટતું નથી અને સ્વાદ પણ જળવાઈ રહે છે.

App Store

સફરજનની ખીર બનાવવાની સામગ્રી

  • દૂધ: 1 લીટર (ફુલ ક્રીમ હોય તો વધુ સારું)
  • સફરજન: 2 મોટા (આશરે 300 ગ્રામ)
  • ખાંડ: 6 મોટી ચમચી (અંદાજે 80 ગ્રામ અથવા સ્વાદ મુજબ)
  • બદામની કાતરી: 1 મોટી ચમચી
  • કાજુ: -6 (ઝીણા સમારેલા)
  • એલચી: 4 નંગ (વાટેલી)
  • ઘી: 1 ચમચી

બનાવવાની રીત

સ્ટેપ 1: સૌથી પહેલા સફરજનને ધોઈને તેની છાલ ઉતારી લો.

સ્ટેપ 2: છાલ ઉતાર્યા પછી સફરજનને છીણી લો. ધ્યાન રાખવું કે સફરજન બહુ ઝીણું છીણવું જેથી ખીરમાં તે સરસ રીતે ભળી જાય.

સ્ટેપ 3: હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો, તેમાં ૧ ચમચી ઘી નાખી છીણેલું સફરજન ઉમેરો અને તેને બરાબર સાંતળો.

સ્ટેપ 4: બીજા ગેસ પર 1 લીટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળીને અડધું થઈ જાય અને થોડું ઘટ્ટ બને ત્યાં સુધી તેને ઉકાળવું.

સ્ટેપ 5: બીજી બાજુ સફરજન નરમ પડે ત્યાં સુધી તેને ચઢવા દેવું. સફરજન નરમ થઈ જાય એટલે તેમાં ૬ મોટી ચમચી ખાંડ ઉમેરો અને ફરીથી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 6: જ્યારે સફરજનમાં ખાંડ બરાબર ઓગળી જાય અને મિશ્રણ તૈયાર થઈ જાય, ત્યારે તેમાં બદામની કાતરી, કાજુ અને ઈલાયચી પાવડર ઉમેરીને હલાવો.

સ્ટેપ 7: હવે ગેસ બંધ કરી દો. તૈયાર થયેલા સફરજનના મિશ્રણને ઘટ્ટ કરેલા દૂધમાં ઉમેરો અને બરાબર હલાવી લો. (ધ્યાન રાખવું કે દૂધ અને સફરજનનું મિશ્રણ બંને થોડા ઠંડા હોય ત્યારે ભેગા કરવાથી દૂધ ફાટવાની શક્યતા રહેતી નથી).

સ્ટેપ 8: ગરમાગરમ સફરજનની ખીર તૈયાર છે! ઉનાળાની સીઝન હોવાથી તેને ફ્રિજમાં ઠંડી કરીને પીરસશો તો ખાવાની મજા બમણી થઈ જશે.