Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Make this desi chutney at home rich in omega-3

Recipe: ઘરે બનાવો ઓમેગા-3થી ભરપૂર આ દેશી ચટણી, પાચન માટે છે રામબાણ ઈલાજ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: ઘરે બનાવો ઓમેગા-3થી ભરપૂર આ દેશી ચટણી, પાચન માટે છે રામબાણ ઈલાજ
સોર્સ : gstv

આજના ભાગદોડભર્યા જીવનમાં મોંઘા સપ્લીમેન્ટ્સને બદલે જો રસોડાની કેટલીક વસ્તુઓનો સાચો ઉપયોગ કરવામાં આવે, તો આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. જો તમે નિસ્તેજ ત્વચા (Dull Skin) અને પાચનની સમસ્યાથી પરેશાન હોવ, તો આ ખાસ ચટણી તમારા માટે બેસ્ટ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ પૂરા પાડે છે.

App Store

કેમ ખાસ છે આ ચટણી?

તલ (સફેદ અને કાળા): પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. કાળા તલ ત્વચા અને વાળની ચમક વધારે છે.

અળસી (Flaxseeds): આ એક સુપરફૂડ છે. તેમાં રહેલું ફાઈબર પાચન સુધારે છે અને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે.

જરૂરી સામગ્રી

બીજ: 2 ચમચી અળસી, 2 ચમચી સફેદ તલ, 1 ચમચી કાળા તલ, 3 ચમચી સૂકું નાળિયેર (ખમણેલું).

મસાલા: 12-14 મેથી દાણા, ચપટી હિંગ, 2 ચમચી આખું ધાણું, 3-5 સૂકા લાલ મરચાં, 1 કપ મીઠો લીમડો.

અન્ય: 2 ચમચી સીંગતેલ, મીઠું (સ્વાદ મુજબ), આમચૂર પાવડર, થોડી ખાંડ અને 3-4 લસણની કળીઓ.

બનાવવાની રીત

 બીજને શેકી લો

સૌ પ્રથમ એક કડાઈમાં અળસીને કોરી (Dry Roast) શેકી લો જ્યાં સુધી તે તતડવા ન લાગે. પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે તે જ કડાઈમાં સફેદ તલ, કાળા તલ ધીમી આંચ પર શેકી લો અને તેને પણ અળસી સાથે મિક્સ કરો.

નાળિયેર અને મસાલાની તૈયારી

સૂકા નાળિયેરને આછું ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. હવે કડાઈમાં સીંગતેલ ગરમ કરો અને તેમાં મેથી દાણા, હિંગ અને ધાણા નાખો. ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરી ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી પાન એકદમ ક્રિસ્પી (કુરકુરા) ન થઈ જાય.

પીસવાની રીત

મિશ્રણ ઠંડું થાય એટલે સૌથી પહેલા બીજ અને નાળિયેરને મિક્સરમાં દરદરા (અધકચરા) પીસી લો. ત્યારબાદ મસાલા, મીઠો લીમડો, મીઠું અને આમચૂર પાવડર ઉમેરી ફરીથી પીસો. જો તમે લસણનો ઉપયોગ કરતા હોવ, તો હિંગ અને ખાંડ ટાળી શકાય છે.

સ્ટોર કરવાની રીત

બધા મિશ્રણને એકસાથે ભેળવી લો અને મીઠું-મરચું ચેક કરી લો. આ ચટણીને તમે એરટાઈટ બરણીમાં ભરીને ૩ અઠવાડિયા સુધી વાપરી શકો છો.

ઉપયોગના ફાયદા

રોજિંદા ભોજનમાં આ ચટણીનો ઉપયોગ કરવાથી તેમાં રહેલું ઓમેગા-3 તમારી ત્વચાને અંદરથી હાઈડ્રેટ રાખે છે, જેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.