Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : As the summer heat begins, raw mangoes arrive in the kitchen.

Recipe: ઉનાળાની સ્પેશિયલ: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી 'કાચી કેરીની ચટણી

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: ઉનાળાની સ્પેશિયલ: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી 'કાચી કેરીની ચટણી
સોર્સ : gstv

ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ રસોડામાં કાચી કેરીનું આગમન થઈ જાય છે. સ્વાદમાં ખાટી-મીઠી એવી કાચી કેરી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી માનવામાં આવે છે. ખાસ કરીને કાચી કેરીની ચટણી દરેક પ્રકારના ભોજન સાથે એક અલગ જ લિજ્જત આપે છે. જો તમે પણ ઘરે જ ઝટપટ અને સરળ રીતે આ સ્વાદિષ્ટ ચટણી બનાવવા માંગતા હોવ, તો આ માત્ર 3 સ્ટેપની રેસીપી તમારા માટે બેસ્ટ સાબિત થશે.

App Store

આ ચટણી બનાવવા માટે તમારે બે નંગ મોટી કાચી કેરી, એક ટેબલ સ્પૂન ખમણેલું નાળિયેર, એક ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, ચાર નંગ લીલાં મરચાં, ચાર કળી લસણ અને અડધો ઈંચ આદુની જરૂર પડશે. આ ઉપરાંત સ્વાદ મુજબ મીઠું, વઘાર માટે તેલ, મીઠો લીમડો, રાઈ અને હીંગ તૈયાર રાખવા.

સ્ટેપ 1: કેરીની તૈયારી

સૌ પ્રથમ કાચી કેરીને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી તેના મધ્યમ કદના ટુકડા કરી લો. ચટણી બનાવવાની અન્ય સામગ્રી પણ સાથે તૈયાર રાખો જેથી બનાવતી વખતે સરળતા રહે.

સ્ટેપ 2: ચટણી પીસવી

હવે મિક્સર જારમાં કેરીના ટુકડા લો. તેમાં નાળિયેર, કોથમીર, લીલાં મરચાં, આદુ, લસણ, મીઠું અને થોડી હીંગ ઉમેરો. આ બધું જ સરખી રીતે પીસીને એક મુલાયમ પેસ્ટ બનાવી લો. તૈયાર થયેલી આ ચટણીને એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ 3: વઘાર કરવો

ચટણીનો સ્વાદ બમણો કરવા માટે એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં મીઠો લીમડો ઉમેરી હળવું સાંતળી લો. હવે આ ગરમાગરમ વઘારને તૈયાર કરેલી ચટણી પર રેડી દો. તમારી ચટાકેદાર કાચી કેરીની ચટણી પીરસવા માટે તૈયાર છે.