Recipe: બાળકો માટે માત્ર ૩ વસ્તુઓથી ઘરે બનાવો સુગર-ફ્રી Chocolate Mousse Cake

સોર્સ : GSTV
જો તમે બાળકો માટે કંઈક ટેસ્ટી, હેલ્ધી અને ઝડપથી બની જાય તેવું ડેઝર્ટ શોધી રહ્યા છો, તો પ્રોટીનથી ભરપૂર આ ચોકલેટ મૂસ કેક તમારા માટે પરફેક્ટ છે. ખાસ વાત એ છે કે આ બનાવવા માટે તમારે ખાંડનો ઉપયોગ કરવાની જરૂર નથી. ખાંડને બદલે તમે મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. ખજૂરથી બનેલી આ સુગર-ફ્રી કેકમાં રિફાઈન્ડ શુગર હોતી નથી, પરંતુ કુદરતી મીઠાશ મળે છે. સાથે જ, આ બનાવવામાં બહુ ઝંઝટ કે લાંબી સામગ્રીની જરૂર પડતી નથી; માત્ર ૩-૪ વસ્તુઓથી જ તમે એકદમ ક્રીમી અને સ્વાદિષ્ટ કેક તૈયાર કરી શકો છો. આનો સ્વાદ એટલો લાજવાબ હોય છે કે બાળકો જ નહીં, વડીલો પણ વારંવાર ખાવાની ડિમાન્ડ કરશે.
સામગ્રી:
- ૧ કપ કોકો પાવડર
- ૨ કપ દૂધ
- ૫ થી ૬ ખજૂર (બીજ કાઢેલા)
- ૧ નાની ચમચી વેનીલા એસેન્સ (ઓપ્શનલ)
ચોકલેટ મૂસ કેક બનાવવાની રીત:
- પહેલું સ્ટેપ: સૌથી પહેલા ખજૂરને ૧૦-૧૫ મિનિટ માટે ગરમ દૂધમાં પલાળી રાખો, જેથી તે નરમ થઈ જાય.
- બીજું સ્ટેપ: હવે મિક્સરમાં પલાળેલા ખજૂર અને દૂધ નાખીને સારી રીતે સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- ત્રીજું સ્ટેપ: જો તમને વધારે મીઠાશ પસંદ હોય, તો તમે ખજૂરની સાથે એક કેળાનો ઉપયોગ પણ કરી શકો છો.
- ચોથું સ્ટેપ: આ મિશ્રણમાં કોકો પાવડર ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો, જેથી કોઈ ગાંઠ ન રહે.
- પાંચમું સ્ટેપ: હવે તેમાં વેનીલા એસેન્સ નાખીને એકવાર ફરી મિક્સ કરો.
- છઠ્ઠું સ્ટેપ: તૈયાર મિશ્રણને કોઈ મોલ્ડ કે બાઉલમાં કાઢી લો અને ૨–૩ કલાક માટે ફ્રીજમાં સેટ થવા રાખો.
- સાતમું સ્ટેપ: તમે ઈચ્છો તો ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ અથવા ડાર્ક ચોકલેટ છીણીને ગાર્નિશ કરી શકો છો.
- આઠમું સ્ટેપ: સેટ થઈ ગયા પછી તેને ઠંડુ-ઠંડુ સર્વ કરો.

