Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : 4 Instant High-Protein Breakfasts for Bachelors That Are Full of Flavor and Health!

VIDEO: Recipe/ બેચલર્સ માટે 4 ઝટપટ બનતા હાઈ-પ્રોટીન બ્રેકફાસ્ટ, જે સ્વાદ અને સેહતથી છે ભરપૂર!

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સવાર-સવારમાં ઉઠીને ઓફિસ કે કોલેજ જવાની ઉતાવળમાં અવારનવાર બેચલર્સ પોતાનો નાસ્તો છોડી દેતા હોય છે. જો કંઈ બનાવે તો પણ ચા-બિસ્કિટ કે મેગી ખાઈને કામ ચલાવી લે છે, પરંતુ આખા દિવસની એનર્જી અને સારી ફિટનેસ માટે હાઈ-પ્રોટીન નાસ્તો ખૂબ જરૂરી છે. ગભરાશો નહીં, આ માટે તમારે કલાકો સુધી કિચનમાં પરસેવો પાડવાની જરૂર નથી.

App Store

આજે અમે તમારા માટે લાવ્યા છીએ 5 એવા સરળ અને ઝટપટ બનતા હાઈ-પ્રોટીન બ્રેકફાસ્ટ, જે સ્વાદમાં લાજવાબ છે અને 10 મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

1. પનીર સ્ટફ્ડ બેસન ચીલા

બેસન અને પનીર, બંને પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોત છે. તમે રાત્રે જ બેસનમાં મીઠું, હળદર અને અજમો નાખીને થોડું ઘટ્ટ મિશ્રણ બનાવી ફ્રીજમાં રાખી શકો છો. સવારે તવા પર થોડું તેલ કે ઘી નાખો, ખીરું ફેલાવો અને વચ્ચે છીણેલું પનીર તથા થોડો ચાટ મસાલો ભભરાવો. તેને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. બસ, 5 મિનિટમાં તમારો ટેસ્ટી અને ક્રિસ્પી ચીલો તૈયાર છે.

2. પીનટ બટર અને બનાના ટોસ્ટ

જે દિવસે તમારી પાસે બિલકુલ સમય ન હોય અને તમે ઉતાવડમાં નાસ્તો કરવા માંગતા હોવ, તે દિવસે આ રેસીપી તમારો જીવ બચાવશે. બ્રાઉન બ્રેડ અથવા મલ્ટિગ્રેન બ્રેડની બે સ્લાઈસ લો, તેના પર એક મોટી ચમચી પીનટ બટર બરાબર લગાવો. ઉપરથી કેળાના ગોળ ટુકડા કાપીને મૂકી દો. આ નાસ્તો ગેસ સળગાવ્યા વગર 2 મિનિટમાં બની જાય છે અને પ્રોટીન, ફાઈબર તથા હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે.

3. ચટપટી સ્પ્રાઉટ્સ ચાટ (ફણગાવેલા કઠોળ)

આ નાસ્તો એવા લોકો માટે છે જેમને ચટપટું ખાવાનું ખૂબ ગમે છે. તમારે બસ એક-બે દિવસ પહેલા લીલા મગને પાણીમાં પલાળીને ફણગાવવા પડશે (તમે માર્કેટમાંથી તૈયાર સ્પ્રાઉટ્સ પણ લાવી શકો છો). સવારે આ સ્પ્રાઉટ્સમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચાં અને લીંબુનો રસ મિક્સ કરો. સ્વાદ માટે થોડું સંચળ અને ચાટ મસાલો નાખો. એક બાઉલ સ્પ્રાઉટ્સ ચાટ તમને આખા દિવસ માટે ભરપૂર પ્રોટીન અને વિટામિન્સ આપશે.

4. ઓવરનાઈટ ઓટ્સ

રાત્રે સૂતા પહેલા એક કાચના જાર કે વાટકીમાં અડધો કપ ઓટ્સ, એક કપ દૂધ, એક ચમચી ચિયા સીડ્સ અને થોડું મધ નાખીને મિક્સ કરી લો. તેને આખી રાત માટે ફ્રીજમાં મૂકી દો. સવારે ઉઠતાની સાથે જ તમને તમારો ઘટ્ટ, ક્રીમી અને હાઈ-પ્રોટીન નાસ્તો તૈયાર મળશે. ખાતી વખતે તમે તેમાં ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ કે સફરજનના ટુકડા ઉમેરી શકો છો.