Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : Now make Surat's famous tomato bhajiya at home

Recipe : સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા હવે ઘરે બનાવો, જાણો બનાવવાની સરળ રીત

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe : સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા હવે ઘરે બનાવો, જાણો બનાવવાની સરળ રીત
સોર્સ : gstv

સવાર કે સાંજની ચા સાથે જો ગરમાગરમ ભજીયા મળી જાય તો મજા પડી જાય! બટેટા, ડુંગળી કે મેથીના ભજીયા તો આપણે વારંવાર ખાતા હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય સુરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા ચાખ્યા છે? સુરતમાં ટામેટાના ભજીયા ખૂબ જ લોકપ્રિય છે. જો તમે કંઈક નવું અને ચટાકેદાર ખાવા માંગતા હોવ, તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો.

App Store

ટામેટાના ભજીયા બનાવવાની રીત

સ્ટેપ 1: બટાકાનું સ્ટફિંગ (માવો) તૈયાર કરો

સૌ પ્રથમ એક કડાઈમાં 1-2 ચમચી રાઈનું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં વરિયાળી, 1 મોટી ચમચી અધકચરા ધાણા, જીરું, 4-5 ઝીણા સમારેલા મરચાં અને 1 ઇંચ આદુનું છીણ નાખી ધીમી આંચે સાંતળો. હવે તેમાં 5-6 વાટેલા મરી, હિંગ અને ૨ મોટી ચમચી બેસન (ચણાનો લોટ) ઉમેરીને બરાબર શેકો.

સ્ટેપ 2: મસાલો અને ડુંગળી ઉમેરો

હવે આ મિશ્રણમાં 2 મોટી ચમચી લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર અને કસૂરી મેથી નાખી મસાલા સાથે બેસનને પકાવો. ત્યારબાદ ૨ લાંબી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી થોડી નરમ થાય એટલે તેમાં 4-5 બાફેલા (ઠંડા કરેલા) બટેટા હાથેથી મસળીને નાખો. સ્વાદ મુજબ મીઠું અને સંચળ ઉમેરી મિશ્રણને બરાબર શેકી લો. છેલ્લે ગરમ મસાલો, આમચૂર પાવડર અને લીલા ધાણા નાખી સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટેપ 3: ટામેટામાં સ્ટફિંગ ભરો

આ રેસીપી માટે મધ્યમ કદના અને કડક ટામેટા લેવા. ટામેટાના ઉપરના ભાગે (ડીંટડી તરફ) પીલર કે ચપ્પુની મદદથી નાનું છિદ્ર કરી અંદરનો ગર્ભ (પલ્પ) કાઢી લો. ધ્યાન રાખવું કે ટામેટામાં કાણું બહુ મોટું ન થઈ જાય. હવે આ ખાલી ટામેટામાં તૈયાર કરેલો બટેટાનો માવો ચમચીની મદદથી બરાબર દબાવીને ભરી લો.

સ્ટેપ 4: બેસનનું ખીરું અને તળવાની રીત

ભજીયા માટે બેસનનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. લોટમાં મીઠું, અજમો, હિંગ, હળદર અને લાલ મરચું નાખી પાણી ઉમેરી ખીરું બનાવો. આ ખીરાને ૧૦ મિનિટ માટે રહેવા દો. તળતી વખતે તેમાં ૨ ચપટી ખાવાનો સોડા ઉમેરો. હવે સ્ટફિંગ ભરેલા ટામેટાને બેસનના ખીરામાં ડબોળીને ગરમ તેલમાં મૂકો. ગેસની ફ્લેમ મીડિયમ-હાઈ રાખવી. બેસનનું પડ બરાબર ચડી જાય એટલે ભજીયા કાઢી લો.

કેવી રીતે સર્વ કરવા?

તૈયાર થયેલા ટામેટાના ભજીયાને વચ્ચેથી કટ કરીને ગરમાગરમ પીરસો. તેને લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ખાવાની ખૂબ મજા આવશે. આ યુનિક સ્વાદ ઘરના દરેક સભ્યને ચોક્કસ ગમશે!