Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / રસોઈની રીતો : FSSAI says this special South Indian dish will protect you from heat and cold

Recipe: લૂ અને ગરમીથી બચાવશે FSSAI એ જણાવેલી આ ખાસ સાઉથ ઇન્ડિયન ડિશ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Recipe: લૂ અને ગરમીથી બચાવશે FSSAI એ જણાવેલી આ ખાસ સાઉથ ઇન્ડિયન ડિશ
સોર્સ : gstv

ભીષણ ઉનાળામાં જ્યારે સખત તડકો શરીરની ઉર્જા શોષી લે છે, ત્યારે આપણને એવા ખોરાકની જરૂર હોય છે જે પેટને ઠંડક આપે અને તાકાત પણ જાળવી રાખે. દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુમાં સદીઓથી 'કૂઝ' (Koozh) ને પરંપરાગત પીણા તરીકે પીવામાં આવે છે. તાજેતરમાં FSSAI એ તેના X (ટ્વિટર) હેન્ડલ પર પુલ્લારિસી કૂઝ (Pularisi Koozh) ની રેસીપી શેર કરી છે, જે પ્રોબાયોટિક્સથી ભરપૂર એક ઉત્તમ સમર મીલ છે.

App Store

શું છે પુલ્લારિસી કૂઝ?

પરંપરાગત રીતે કૂઝ બાજરી અથવા ચોખામાંથી બનાવવામાં આવે છે, પરંતુ તેના આધુનિક સ્વરૂપમાં ઓટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીની સૌથી મોટી ખાસિયત તેનું ફર્મેન્ટેશન (આથો લાવવો) છે. રાતભર તેને આથો આવવા માટે રાખવાથી તેમાં પ્રોબાયોટિક્સનું પ્રમાણ વધે છે, જે આપણા આંતરડા અને પાચન માટે વરદાન સમાન છે.

સામગ્રી

  • ઓટ્સ: 50 ગ્રામ
  • દૂધ: 50 મિલી
  • દહીં: 60 મિલી (તાજું અને ઘટ્ટ)
  • મધ: 10 મિલી
  • ફળો: 20 ગ્રામ (બારીક સમારેલી કેરી અથવા અન્ય મોસમી ફળ)
  • ચિયા સીડ્સ: સજાવટ માટે

પુલ્લારિસી કૂઝ બનાવવાની રીત

1. સૌથી પહેલા એક નાના બાઉલમાં ઓટ્સ, દૂધ, મધ અને થોડું દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
2. હવે આ બાઉલને સુતરાઉ કપડાથી ઢાંકીને દોરી અથવા રબર બેન્ડથી બાંધી લો. તેને રાતભર (અંદાજે 6-8 કલાક) સામાન્ય તાપમાને આથો આવવા માટે રહેવા દો.
3. સવારે જ્યારે મિશ્રણમાં આથો આવી જાય, ત્યારે એક ગ્લાસ અથવા બાઉલ લો.
4. તેમાં સૌથી નીચે ફર્મેન્ટેડ ઓટ્સનું પડ કરો, તેના પર દહીંનું પડ અને છેલ્લે બારીક સમારેલી કેરીના ટુકડા ઉમેરો.
5. ઉપરથી થોડા ચિયા સીડ્સ છાંટીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.

પુલ્લારિસી કૂઝના ફાયદા

કુદરતી પ્રોબાયોટિક: આથો આવવાની પ્રક્રિયાને કારણે તે ગુડ બેક્ટેરિયાનો ખજાનો છે. તે પાચનશક્તિ વધારે છે અને ગેસ કે કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે.

એનર્જીનું પાવરહાઉસ: ઓટ્સ અને ફળોના મિશ્રણને કારણે તે શરીરમાં ધીરે-ધીરે ઉર્જા મુક્ત કરે છે, જેથી તમે લાંબા સમય સુધી એક્ટિવ રહી શકો છો.

શરીરને ઠંડક આપે: દહીં અને ફર્મેન્ટેડ અનાજ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે લૂ અને ગરમીથી બચાવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ: ઓટ્સમાં ફાઈબર પુષ્કળ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બિનજરૂરી નાસ્તો કરવાની આદતથી બચાવે છે.