મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / શિયાળામાં હિમાચલના આ સ્થળોની લો મુલાકાત, અહીંના નજારા જોઈને દૂર થઈ જશે સ્ટ્રેસ

શિયાળામાં હિમાચલ પ્રદેશના બરફથી ઢંકાયેલા પહાડો, ઠંડા પવનો અને શાંત વાતાવરણ તેને ફરવાલાયક સ્થળ બનાવે છે, ત

Travel Tips / શિયાળામાં હિમાચલના આ સ્થળોની લો મુલાકાત, અહીંના નજારા જોઈને દૂર થઈ જશે સ્ટ્રેસ

શિયાળામાં હિમાચલ પ્રદેશના બરફથી ઢંકાયેલા પહાડો, ઠંડા પવનો અને શાંત વાતાવરણ તેને ફરવાલાયક સ્થળ બનાવે છે, તે માત્ર દેશના જ નહીં પણ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષે છે. ડેલહાઉસીથી મનાલી જેવા ઘણા પર્યટન સ્થળો છે, જે શિયાળામાં પ્રવાસીઓને એક ખાસ પ્રકારનો અનુભવ પ્રદાન કરે છે, જો તમે પણ આ શિયાળામાં હિમાચલની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં કેટલીક એવી જગ્યાઓ વિશે માહિતી આપીશું જ્યાંના નજારા જોઈને તમારો બધો સ્ટ્રેસ દુર થઈ જશે.

આ પણ વાંચો: Travel Destination / શિયાળામાં પાર્ટનર સાથે ટ્રિપ પર જવું છે? તો ઉત્તર પ્રદેશના આ સ્થળોએ પહોંચો

ડેલહાઉસી

ડેલહાઉસી, તેના બ્રિટીશ-યુગના સ્થાપત્ય અને શાંત વાતાવરણ સાથે, બરફને કારણે શિયાળામાં વધુ સુંદર લાગે છે. ડેનકુંડ શિખર, સેન્ટ જોન ચર્ચ, ગંજી હિલ, ખજ્જિયાર, કાલા ટોપ, ચમેરા તળાવ અને રોક ગાર્ડન શિયાળામાં જોવાલાયક સ્થળ  છે.

પરાશર તળાવ

મંડી જિલ્લાના આ તળાવમાં તરતા મંદિર અને બરફથી ઢંકાયેલ પહાડોનો નજારો શિયાળામાં આકર્ષક લાગે છે. અહીં કેમ્પિંગ પણ કરી શકાય છે, તે રાતને વધુ રોમાંચક બનાવે છે.

પબ્બર વેલી

શિમલાથી દૂર સ્થિત આ વેલી ટ્રેકિંગ અને સ્કીઈંગ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે. અહીંના સફરજનના બગીચા, પાઈનના ગાઢ જંગલો અને બરફીલા પહાડો શિયાળામાં અહીંની સુંદરતા વધારે છે.

શિમલા

શિમલાના મોલ રોડ અને લક્કર બજારમાંથી વોક કરવી અને જાખુ ટેમ્પલ હિલથી શહેરનો નજારો જોવો એક અદ્ભુત અનુભવ છે. અહીંની શિયાળામાં ખૂબ જ આકર્ષક નજારા જોવા મળે છે.

આ પણ વાંચો: Cherry Blossoms જોવા માટે જાપાન કે કોરિયા જવાની જરૂર નથી, ભારતમાં આ સ્થળો જોઈ શકો છો તેનો સુંદર નજારો

સ્પિતિ વેલી

ઠંડી અને બરફથી ઘેરાયેલી સ્પિતિ વેલી એડવેન્ચર લવર્સ માટે સ્વર્ગ સમાન છે. અહીંના બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને નદીઓ ખૂબ જ મનોહર લાગે છે અને શિયાળામાં એક અનોખો અનુભવ આપે છે.

જીભી

બરફ આચ્છાદિત જીભી ધોધ એક વિશેષ આકર્ષણ છે. તેની સાથે જીભીનું શાંત વાતાવરણ, પાઈન વૃક્ષો અને બરફથી આચ્છાદિત કોટેજ શિયાળામાં એક સુંદર અનુભવ કરાવે છે. અહીંના ધોધ અને લાકડાના મકાનો તેને વધુ ખાસ બનાવે છે.

મશોબરા

શિમલા નજીક મશોબરામાં શિયાળામાં ટ્રેકિંગનો, સફરજનના બગીચાનો અને બરફથી ઢંકાયેલા રસ્તાઓનો આનંદ માણી શકાય છે.

કલ્પ

કિન્નોરનું આ નાનું શહેર કિન્નોર કૈલાશ અને પ્રાચીન મંદિરોના અદ્ભુત નજારા માટે જાણીતું છે. બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે આવેલું કલ્પ શિયાળામાં ખૂબ જ શાંત અને આકર્ષક લાગે છે.

આ સમાચાર શેર કરો