મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Diwali 2024 / ઓવરઈટિંગ બગાડી શકે છે તહેવારની મજા, તેનાથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

દિવાળીનો તહેવાર રોશની, મીઠાઈઓ અને ખુશીઓથી ભરેલો છે. આ દિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો અને સ્વાદિષ્ટ વાનગીઓનો

Diwali 2024 / ઓવરઈટિંગ બગાડી શકે છે તહેવારની મજા, તેનાથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

દિવાળીનો તહેવાર રોશની, મીઠાઈઓ અને ખુશીઓથી ભરેલો છે. આ દિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેવાનો છે. પરંતુ, આ તહેવાર દરમિયાન, ઘણીવાર સ્વાદિષ્ટ ખોરાક ખાવાની લાલચમાં ઓવરઈટિંગની સમસ્યા થાય છે. તમને જણાવી દઈએ કે ઓવરઈટિંગથી ન માત્ર વજન વધે છે પરંતુ પાચનતંત્ર પણ બગડે છે. તેથી, આ સમયે ઓવરઈટિંગ તહેવારની મજા બગાડી શકે છે. તો ચાલો જાણીએ કે દિવાળી પર સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણતી વખતે તમે ઓવરઈટિંગ કેવી રીતે ટાળી શકો છો.

ઓવરઈટિંગ શા માટે થાય છે?

કૌટુંબિક વાતાવરણ

દિવાળી પર પરિવાર અને મિત્રો સાથે ભોજન રાંધવું અને ખાવું એ સામાન્ય બાબત છે. આ વાતાવરણમાં સ્વાદિષ્ટ ખોરાક ખાવાની લાલચ ઘણી વધી જાય છે. આ સિવાય લોકોના આગ્રહને કરને પણ ઓવરઈટિંગ તહી શકે છે.

મીઠાઈઓ

દિવાળી લોકો એકબીજાને મીઠી આપે છે અ ઉપરાંત આપણા ઘરે પણ મીઠાઈઓ બનાવવામાં આવે છે. આ મીઠાઈઓ એટલી સ્વાદિષ્ટ હોય છે કે આપણે આપણી જાતને રોકી શકતા નથી. અ કારણસર પર ઓવરઈટિંગ થાય છે.

તણાવ

તહેવાર દરમિયાન ઘણું કામ કરવાનું હોય છે જેના કારણે તણાવ રહે છે. આવા સમયે ઘણા લોકો તણાવ ઘટાડવા માટે વધારે પડતું ખાઈ લે છે.

ઓવરઈટિંગ ટાળવા માટેની ટીપ્સ

નાના પોર્શનમાં ખાઓ

એક સાથે વધુ પડતો ખોરાક ખાવાને બદલે, નાના પોર્શનમાં ખાઓ. તેનાથી તમારું પેટ ઝડપથી ભરાશે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકશો.

ધીમે ધીમે ખાઓ

ઝડપથી ખાવાને બદલે ધીમે ધીમે ખાઓ. ધીમે ધીમે ખાવાથી તમારી ભૂખ ઝડપથી સંતોષાશે અને તમે ઓવરઈટિંગ ટાળી શકશો.

ખૂબ પાણી પીવો

જમતા પહેલા અને જમતી વખતે પાણી પીવો. તેનાથી તમારું પેટ ઝડપથી ભરાશે અને તમે ઓવરઈટિંગથી બચી શકશો.

સલાડ અને ફળો ખાઓ

મીઠાઈઓ અને અન્ય તળેલા ખોરાકને બદલે સલાડ અને ફળોને પ્રાધાન્ય આપો. આ તમને પોષણ પણ આપશે અને તમે ઓવરઈટિંગથી બચી શકશો.

તમારી જાતને વ્યસ્ત રાખો

જ્યારે તમને કંઈપણ ખાવાનું મન થાય ત્યારે તમારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, ગીતો સાંભળી શકો છો અથવા કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો.

ફાઈબરયુક્ત ખોરાક ખાઓ

ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે અને તમે ઓવરઈટિંગ ટાળી શકશો.

કસરત કરો

તહેવારો દરમિયાન નિયમિત કસરત કરવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

મર્યાદિત માત્રામાં મીઠાઈઓ ખાઓ

તહેવારો દરમિયાન દરેકને મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે, અને આ સામાન્ય વાત છે. આ સમયે ઓવરઈટિંગ ટાળવા માટે માર્યાદિત માત્રામાં જ મીઠાઈ ખાવી જોઈએ.

હેલ્ધી ઓપ્શન પસંદ કરો

જો તમે મીઠાઈઓ ન ખાઈ શકો તો તમે ફળો, દહીં અથવા મગફળી જેવા હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો.

સારી ઊંઘ લો

પૂરતી ઊંઘ લેવાથી તમારું મેટાબોલિઝમ સારું રહેશે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

આ સમાચાર શેર કરો