ત્વચાને કુદરતી રીતે એક્સફોલિએટ કરવા માંગતા હોવ, તો ઓટમીલ અને મુલતાની માટીની મદદથી બનાવો સ્ક્રબ
ત્વચાની સંભાળ રાખવા માટે, તમે તેને સાફ અને મોઈશ્ચરાઈઝ તો કરો છો. પરંતુ ઘણીવાર તેને એક્સફોલિએટ કરવાનું

ત્વચાની સંભાળ રાખવા માટે, તમે તેને સાફ અને મોઈશ્ચરાઈઝ તો કરો છો. પરંતુ ઘણીવાર તેને એક્સફોલિએટ કરવાનું ભૂલી જાવ છો. જ્યારે સમયાંતરે ત્વચાને એક્સફોલિએટ કરવી જરૂરી છે. તે તમારી ત્વચાને વધુ ઊંડાણથી સાફ કરવામાં મદદ કરે છે.
તમને બજારમાં ઘણા પ્રકારના સ્ક્રબ મળી જશે, જેના દ્વારા તમે તમારી ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો. પરંતુ કુદરતી વસ્તુઓની મદદથી ઘરે સ્ક્રબ બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો મુલતાની માટી અને ઓટમીલની મદદથી સ્ક્રબ તૈયાર કરી શકો છો. મુલતાની માટી વધારાનું તેલ અને ગંદકી દૂર કરે છે, તો ઓટમીલ હળવા એક્સફોલિએન્ટ તરીકે કામ કરે છે. તો, આજે આ આર્ટીકલમાં અમે તમને ઓટમીલ અને મુલતાની માટીની મદદથી સ્ક્રબ બનાવવા વિશે જણાવી રહ્યા છીએ.
મુલતાની માટી, ઓટમીલ અને મધનું સ્ક્રબ
મુલતાની માટી અને ઓટમીલ સાથે મધ મિક્સ કરીને એક ઉત્તમ સ્ક્રબ તૈયાર કરી શકાય છે. મધ ત્વચાનું મોઈશ્ચર જાળવી રાખે છે. આ સ્ક્રબ ન માત્ર ત્વચાને એક્સફોલિએટ કરે છે પણ તેને હાઇડ્રેટ પણ કરે છે.
સામગ્રી
- 2 ચમચી મુલતાની માટી
- 1/2 કપ બારીક પીસેલ ઓટમીલ
- 1 ચમચી મધ
સ્ક્રબ કેવી રીતે બનાવવું
- સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં મુલતાની માટી અને ઓટમીલ મિક્સ કરો.
- હવે આ મિશ્રણમાં મધ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો.
- હવે તમારી ત્વચાને સાફ કરો અને તૈયાર કરેલું સ્ક્રબ તમારા ચહેરા પર લગાવો.
- હવે સર્ક્યુલર મોશનમાં ધીમે ધીમે મસાજ કરો.
- તેને 10-15 મિનિટ માટે રહેવા દો.
- છેલ્લે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
મુલતાની માટી, ઓટમીલ અને એલોવેરાનું સ્ક્રબ
એલોવેરા તેના મોઈશ્ચરાઈઝિંગ ગુણધર્મો માટે જાણીતું છે. તમે એલોવેરા જેલને મુલતાની માટી અને ઓટમીલ સાથે મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો.
સામગ્રી
- 2 ચમચી મુલતાની માટી
- 1/2 કપ બારીક પીસેલ ઓટમીલ
- 2 ચમચી એલોવેરા જેલ
સ્ક્રબ કેવી રીતે બનાવવું
- સ્ક્રબ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મુલતાની માટી અને ઓટમીલને મિક્સ કરો.
- હવે એલોવેરા જેલને મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો.
- તૈયાર કરેલ સ્ક્રબને તમારા ચહેરા પર લગાવો અને મસાજ કરો.
- તેને 10-15 મિનિટ માટે રહેવા દો.
- ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
મુલતાની માટી, ઓટમીલ અને દહીંનું સ્ક્રબ
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાને એક્સફોલિએટ કરવાની સાથે તેને ચમકદાર બનાવે છે. ઓટમીલ અને મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો.
સામગ્રી
- 2 ચમચી મુલતાની માટી
- 1/2 કપ બારીક પીસેલ ઓટમીલ
- 2 ચમચી દહીં
સ્ક્રબ કેવી રીતે બનાવવું
- સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં મુલતાની માટી અને ઓટમીલ ઉમેરીને મિક્સ કરો.
- હવે તેમાં દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.
- હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડીવાર મસાજ કરો.
- લગભગ 10-15 મિનિટ માટે રહેવા દો.
- હવે હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.








