મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : મોંમાં પાણી લાવી દે તેવી ચટાકેદાર ટામેટા પુરી: આ રીતે બનાવો બજાર જેવી ક્રિસ્પી પુરી ઘરે જ

શું તમે સાદી પૂરી ખાઈને કંટાળ્યા છો? તો આજે જ ટ્રાય કરો ચટાકેદાર અને ક્રિસ્પી ટામેટા પુરી. ટામેટાની ખટાશ અને મસાલાઓનુ

Recipe : મોંમાં પાણી લાવી દે તેવી ચટાકેદાર ટામેટા પુરી: આ રીતે બનાવો બજાર જેવી ક્રિસ્પી પુરી ઘરે જ
આ સમાચાર સાંભળો

શું તમે સાદી પૂરી ખાઈને કંટાળ્યા છો? તો આજે જ ટ્રાય કરો ચટાકેદાર અને ક્રિસ્પી ટામેટા પુરી. ટામેટાની ખટાશ અને મસાલાઓનું મિશ્રણ આ પૂરીને એક અનોખો સ્વાદ આપે છે. આ પૂરી દેખાવમાં જેટલી સુંદર છે, ખાવામાં તેટલી જ ટેસ્ટી લાગે છે.  ટામેટા પુરી સવારના નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં અથવા પ્રવાસમાં સાથે લઈ જવા માટે બનાવી શકો છો. આ પૂરીને કોઈ શાકની જરૂર પડતી નથી, તે દહીં કે અથાણાં સાથે પણ અદ્ભુત લાગે છે, અહીં જાણો ટામેટા પુરી રેસીપી 

ટામેટા પુરી રેસીપી 

2 ચમચી ઘઉંનો લોટ
2 ચમચી બેસન
1 ચમચી રવો
3–4 ચમચી ટામેટા પ્યુરી
સ્વાદ પ્રમાણે મીઠું
લાલ મરચાંનો પાવડર
ધાણા જીરું પાવડર
સમારેલા મરચાં

ટામેટા પુરી બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 ચમચી ઘઉંનો લોટ, 2 ચમચી બેસન અને 1 ચમચી સોજી લો. રવો ઉમેરવાથી પુરી ક્રિસ્પી બનશે. હવે તેમાં 3-4 ચમચી તાજી ટામેટા પ્યુરી ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરો.

જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને લોટ તૈયાર કરો. ધ્યાન રાખવું કે લોટમાં ગાંઠો ન રહે. લોટ તૈયાર થયા પછી તેને 5  મિનિટ માટે રહેવા દો જેથી રવો સરસ ફૂલી જાય.

એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં બધી પુરી તળી લો, બંને બાજુ સોનેરી રંગનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકી લો.

આ ગરમાગરમ પુડલાને લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો