મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Bhai Dooj 2024 Recipe / ભાઈ બીજ પર ઘરે બનાવો આ સ્વાદિષ્ટ લાડુ, નોંધી લો સરળ રીત

આજે એટલે કે 3 નવેમ્બરે દેશભરમાં ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે આ તહેવાર દિવાળીના ત્રીજા

Bhai Dooj 2024 Recipe / ભાઈ બીજ પર ઘરે બનાવો આ સ્વાદિષ્ટ લાડુ, નોંધી લો સરળ રીત

આજે એટલે કે 3 નવેમ્બરે દેશભરમાં ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે આ તહેવાર દિવાળીના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. જો તમે ઈચ્છો તો તમારા ભાઈ માટે ઘરે ખાસ મીઠાઈ બનાવીને તેને ખવડાવી શકો છો. આ માટે તમે માવા અને કાજુના લાડુ બનાવી શકો છો. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને માત્ર સામાન્ય ઘટકોની જરૂર છે.

આ પણ વાંચો: Recipe / સ્વીટ ખાવાની ક્રેવીંગ થઈ રહી છે તો ઘરે બનાવી લો મખાનાની સુગર ફ્રી ખીર, આ રહી સરળ રીત

કોઈપણ તહેવાર મીઠાઈ વગર અધૂરો લાગે છે. બજારમાં મળતી ભેળસેળયુક્ત મીઠાઈઓ ખાવાને બદલે ઘરે જ મીઠાઈઓ તૈયાર કરવી વધુ સારું છે. આજકાલ લોકો બહારની મીઠાઈ ખાવાને બદલે ઘરે જ બનાવવાનું પસંદ કરે છે. ઘરે બનાવેલી મીઠાઈઓમાં એક અલગ જ મીઠાશ અને ઘણો પ્રેમ હોય છે.તો આ વખતે તમે પણ ભાઈ બીજ પર ભાઈ માટે લાડુ બનાવી શકો છો.

સામગ્રી

  • ચણાનો લોટ - 2 કપ
  • માવો - 1 કપ
  • કાજુ - અડધો કપ (બારીક સમારેલા)
  • ખાંડ - અડધો કપ (પાઉડર)
  • ઘી - અડધો કપ
  • એલચી પાવડર - અડધી ચમચી
  • કાજુના ટુકડા ગાર્નીશિંગ માટે

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક વાસણમાં ચણાના લોટને ચાળી લો.
  • આ બાદ ગેસ પર એક પેનમાં ઘી ગરમ કરો.
  • તેમાં ચણાનો લોટ ઉમેરીને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
  • તેને સતત હલાવતા રહો જેથી ચણાનો લોટ બળી ન જાય અને તેની કચાશ સંપૂર્ણપણે દૂર થઈ જાય.
  • જ્યારે ચણાના લોટનો રંગ બદલાઈ જાય અને તેની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં માવો નાખો.
  • ચણાના લોટમાં માવાને સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહો, જેથી મિશ્રણમાં ગઠ્ઠો ન બને.
  • આ બાદ બારીક સમારેલા કાજુ ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
  • ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા માટે થોડો સમય આપો.
  • જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે તમારા હાથથી મિશ્રણમાંથી નાના લાડુના આકારમાં બનાવો.
  • ગાર્નીશિંગ માટે લાડુની ઉપર કાજુના ટુકડા મુકો. 
  • તૈયાર છે માવા અને કાજુના લાડુ. 

આ સમાચાર શેર કરો