Recipe / ઘરે જ બનાવો ટેસ્ટી મંચુરિયન, બજારના ચાઈનીઝ ફૂડનો સ્વાદ ભૂલી જશો
મંચુરિયન એક ચાઈનીઝ વાનગી છે જે ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. લોકોને તેનો તીખો અને મસાલેદાર સ્વાદ ખૂબ જ પસંદ છે

મંચુરિયન એક ચાઈનીઝ વાનગી છે જે ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. લોકોને તેનો તીખો અને મસાલેદાર સ્વાદ ખૂબ જ પસંદ છે. જો તમે ઈચ્છો તો, તમે બજાર મળતા મંચુરિયન જેવા જ મંચુરિયન ઘરે પણ બનાવી શકો છો. તેની રેસીપી ખૂબ જ સરળ છે.
સામગ્રી
- એક કપ સમારેલી કોબી
- એક કપ સમારેલા કેપ્સીકમ
- એક કપ સમારેલી ડુંગળી
- 4-5 કળી સમારેલ લસણ
- નાનકડો ટુકડો સમારેલ આદુ
- 200 ગ્રામ સોયાબીન
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી ટોમેટો સોસ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
- 1/2 ચમચી ખાંડ
- 1/2 ચમચી અજીનમોટો (વૈકલ્પિક)
- 1 ચમચી કોર્નફ્લોર
- 2 કપ પાણી
- તળવા માટે તેલ
બનાવવાની રીત
- સૌથી પહેલા સોયાબીનને પાણીમાં પલાળી રાખો.
- જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને નિચોવીને પાણી કાઢી લો.
- હવે તેમાં કોર્નફ્લોર, સોયા સોસ, ટોમેટો સોસ, રેડ ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ખાંડ અને અજીનમોટો (જો વાપરતા હોય તો) સાથે મિક્સ કરી લો.
- હવે નાના-નાના બોલ બનાવીને તૈયાર કરો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો અને શાકભાજીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેને એક બાઉલમાં કડી લો.
- હવે તે જ પેનમાં થોડું તેલ નાખીને ગરમ કરો. હવે તેમાં સોયાબીનના બોલ્સ નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકી કો.
- ફરી એકવાર તે જ પેનમાં સોયા સોસ, ટોમેટો સોસ, રેડ ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ખાંડ અને અજીનમોટો (જો વાપરતા હોય તો) નાખો.
- હવે તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે આ ગ્રેવીમાં શાકભાજી અને મંચુરિયન બોલ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- તેને થોડીવાર પાકવા દો જેથી શાકભાજી અને મંચુરિયન ગ્રેવીમાં બરાબર મિક્સ થઈ જાય.
- તૈયાર છે તમારા ટેસ્ટી મંચુરિયન. તેને ગરમા-ગરમ સર્વ કરો.
- તમે ઈચ્છો તો તેને ભાત અથવા નૂડલ્સ સાથે સર્વ કરી શકો છો.
આ બાબતો ધ્યાનમાં રાખો
- જો તમે મંચુરિયનને વધુ તીખા બનાવવા માંગતા હોવ તો તમે વધુ ચીલી ફ્લેક્સ અથવા રેડ ચીલી સોસ ઉમેરી શકો છો.
- જો તમને મંચુરિયનમાં થોડી વધુ મીઠાસ જોતી હોય, તો તમે તેમાં વધુ ખાંડ ઉમેરી શકો છો.
- તમે મંચુરિયનમાં ગાજર, વટાણા જેવા અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો.




