મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / મેંદા વિના એક કલાકમાં બનાવો સોફ્ટ અને સ્પંજી કેક, નોટ કરી લો સરળ રીત

કલ્પના કરો કે સાંજની ચાનો સમય છે અને ઓવનમાંથી નીકળતી મીઠી સુગંધ ઘરને ભરી દે છે... પરંતુ આ વખતે, સ્વાદ ગિલ્ટ ફ્રી

Recipe / મેંદા વિના એક કલાકમાં બનાવો સોફ્ટ અને સ્પંજી કેક, નોટ કરી લો સરળ રીત

કલ્પના કરો કે સાંજની ચાનો સમય છે અને ઓવનમાંથી નીકળતી મીઠી સુગંધ ઘરને ભરી દે છે... પરંતુ આ વખતે, સ્વાદ ગિલ્ટ ફ્રી છે. ઘણીવાર મેંદાઅને અનહેલ્ધી કેલરીના ડરને કારણે લોકો કેકથી દૂર રહે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે તમારા રસોડામાં રહેલા રવાથી પણ સ્વાદિષ્ટ કેક બનાવી શકો છો.

હા, મેંદા વિના પણ તમે ઘરે એક એવી કેક તૈયાર કરી શકો છો જે રૂ જેવી સોફ્ટ હશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હશે. ચાલો તમને આ કેકની રેસીપી જણાવી દઈએ.

સામગ્રી

  • રવો: 1.5 કપ
  • દહીં: 1 કપ (તાજું અને થોડું ફેંટેલું)
  • ખાંડ: 3/4 કપ (પાઉડર)
  • તેલ/માખણ: 1/2 કપ (સુગંધ વગરનું તેલ)
  • દૂધ: જરૂર મુજબ
  • બેકિંગ પાવડર: 1 ચમચી
  • બેકિંગ સોડા: 1/2 ચમચી
  • વેનીલા એસેન્સ અથવા એલચી પાવડર

બનાવવાની રીત

  • એક બાઉલમાં દહીં અને ખાંડને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય.
  • આ પછી તેમાં તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • આ મિશ્રણમાં ધીમે ધીમે રવો ઉમેરો ધ્યાન રાખો કે કોઈ ગઠ્ઠો ન રહે. આ પછી તેને ઢાંકીને 20 મિનિટ માટે રાખી દો.
  • 20 મિનિટ પછી રવો દૂધ/દહીંને શોષી લેશે. જો બેટર ખૂબ જાડું લાગે તો તેને ક્રીમી ટેક્સચર આપવા માટે થોડું દૂધ ઉમેરો.
  • હવે તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો. મિશ્રણને એક્ટિવ કરવા માટે તેના પર એક ચમચી દૂધ રેડો અને ધીમેથી મિક્સ કરો.
  • મિશ્રણને ગ્રીસ કરેલા પેનમાં રેડો અને કઢાઈ અથવા ઓવનમાં ધીમા તાપે 30-35 મિનિટ સુધી બેક કરો.
  • કેક બેક થઈ જાય પછી તેને તમારી પસંદની વસ્તુઓથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આ સમાચાર શેર કરો