મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / બાળકોને કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખવડાવવા માટે બનાવો પોહા નગેટ્સ, આ રહી સરળ રીત

જો તમારા બાળકો જમવામાં નખરા કરતા હોય અને દરરોજ કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવા ઈચ્છતા હોય, તો આ રે

Recipe / બાળકોને કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખવડાવવા માટે બનાવો પોહા નગેટ્સ, આ રહી સરળ રીત

જો તમારા બાળકો જમવામાં નખરા કરતા હોય અને દરરોજ કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવા ઈચ્છતા હોય, તો આ રેસીપી તમારા માટે સારો વિકલ્પ છે. ઘણીવાર માતા-પિતાને એવી ચિંતા થાય છે કે બાળકોને એવું શું ખવડાવવું કે જે સ્વાદિષ્ટ હોય અને તેમના માટે હેલ્ધી પણ હોય. 

આવી સ્થિતિમાં અમે તમારા માટે પોહા નગેટ્સની રેસીપી લાવ્યા છીએ, જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે અને બનાવવામાં પણ સરળ છે. ખાસ વાત એ છે કે તમે તમારા બાળકોને સ્કૂલના ટિફિનમાં પણ પોહા નગેટ્સ પેક કરી શકો છો. આ સિવાય સાંજના નાસ્તામાં પણ સર્વ કરી શકો છો.

સામગ્રી

  • પોહા (જાડા): 1 કપ
  • બાફેલા બટાકા: 2 મધ્યમ કદના
  • ડુંગળી: 1 (બારીક સમારેલી)
  • લીલું મરચું: 1 બારીક સમારેલું (જો બાળકો ખાતા હોય તો)
  • આદુ-લસણની પેસ્ટ: 1 ચમચી
  • કોથમરી: 2 ચમચી (બારીક સસમારેલી)
  • ચણાનો લોટ: 2 ચમચી
  • ચોખાનો લોટ: 2 ચમચી (ક્રિસ્પી ટેક્સચર માટે)
  • મીઠું: સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર: 1/2 ચમચી
  • હળદર પાવડર: 1/4 ચમચી
  • ગરમ મસાલો: 1/4 ચમચી
  • તેલ: તળવા માટે

બનાવવાની રીત

  • સૌથી પહેલાં, પોહાને થોડીવારપાણીમાં પલાળી રાખો, પછી તેને ચાળણીમાં કાઢીને બધુ પાણી નિચોવી લો.
  • આ પછી, પોહાને હળવા હાથે મેશ કરી લો.
  • હવે, એક મોટા બાઉલમાં આ પોહા લો અને બાફેલા બટાકાને મેશ કરીને ઉમેરો.
  • હવે તેમાં ડુંગળી, લીલા મરચાં, કોથમરી, આદુ-લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરો.
  • ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ મિશ્રણ બનાવો.
  • હવે તમારા હાથમાં થોડું તેલ લગાવો અને મિશ્રણનો નાનો ભાગ લઈ તેને નગેટનો આકાર આપો.
  • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય નગેટ્સ મિડીયમ આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • જ્યારે નગેટ્સ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય, ત્યારે તેમને કિચન પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ નીકળી જાય.
  • ગરમ પોહા નગેટ્સને ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ.

આ સમાચાર શેર કરો