મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Ganesh Chaturthi Recipe / ગણપતી બાપ્પાને અર્પણ કરવા માટે ઘરે બનાવો નારિયેળના લાડુ, આ રહી રીત

ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ પછી 10 દિવસ સુધી ગણપતી બાપ્પાની પૂજા કરવામાં આવે છે. આ દરમિયા

Ganesh Chaturthi Recipe / ગણપતી બાપ્પાને અર્પણ કરવા માટે ઘરે બનાવો નારિયેળના લાડુ, આ રહી રીત

ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ પછી 10 દિવસ સુધી ગણપતી બાપ્પાની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો તેમને રોજ અલગ અલગ ભોગ અર્પણ કરે છે. જો તમે પણ ગણપતી બાપ્પાને પ્રસન્ન કરવા માંગતા હોવ અને ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ મીઠાઈનો ભોગ અર્પણ કરવા માંગતા હોય તો આજે અમે તમને નારિયેળના લાડુની રેસીપી જણાવીશું.

તમે ગણેશ ઉત્સવ દરમિયાન કોઈપણ દિવસે નારિયેળના લાડુ બનાવીને ગણપતી બાપ્પાને અર્પણ કરી શકો છો. આ લાડુ બનાવવા એકસમ સરળ છે.

સામગ્રી

  • તાજુ છીણેલું નારિયેળ - 2 કપ (અથવા સૂકો નારિયેળ પાવડર)
  • કન્ડેન્સ્ડ મિલ્ક - 1 કપ
  • એલચી પાવડર - 1/2 ચમચી
  • ઘી - 1 ચમચી
  • ગાર્નીશિંગ માટે નારિયેળ પાવડર

બનાવવાની રીત

  • સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો.
  • આ પછી, તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને તેને થોડું શેકો.
  • હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સતત હલાવતા રહો.
  • તેને ધીમા તાપે ઘટ્ટ થાય અને કઢાઈ  છોડવા લાગે ત્યાં સુધી રાંધો.
  • હવે તેમાં એલચી પાવડર ઉમેરો, મિક્સ કરો અને ગેસ બંધ કરો.
  • જ્યારે મિશ્રણ થોડું ઠંડુ થાય, ત્યારે તમારા હાથ પર થોડું ઘી લગાવો અને નાના લાડુ બનાવો.
  • તેમને નારિયેળના પાવડરથી કોટ કરી લો.
  • આને એક અઠવાડિયા સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે.

આ સમાચાર શેર કરો