મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / સાંજની ક્રેવિંગને સંતોષવા માટે બનાવો ચિલી ગાર્લિક પોટેટો, નોટ કરી લો સરળ રીત

જો તમે તમારી સાંજની ચા સાથે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ, તો ચિલી ગાર્લિક પોટેટો એક સારો

Recipe / સાંજની ક્રેવિંગને સંતોષવા માટે બનાવો ચિલી ગાર્લિક પોટેટો, નોટ કરી લો સરળ રીત

જો તમે તમારી સાંજની ચા સાથે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ, તો ચિલી ગાર્લિક પોટેટો એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે બનાવવામાં સરળ છે અને બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેક માટે એક સ્વાદિષ્ટ વાનગી છે. તો, ચાલો તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ. તે સાંજની ક્રેવિંગને સંતોષવા માટે પણ યોગ્ય રહેશે.

સામગ્રી

  • 4-5 મધ્યમ કદના બટાકા
  • 2-3 ચમચી મેંદો અથવા કોર્નફ્લોર
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ તેલ
  • 4-5 લસણની કળી (બારીક સમારેલી)
  • 1 ડુંગળી (બારીક સમારેલી)
  • 1 સિમલા મરચું (બારીક સમારેલું)
  • 1 ચમચી આદુ (છીણેલું)
  • 2 ચમચી તોમેટા કેચઅપ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી રેડ ચિલી સોસ
  • 1/2 ચમચી વિનેગર
  • 1/2 ચમચી ખાંડ

બનાવવાની રીત

  • સૌપ્રથમ, બટાકાને ધોઈને છાલ ઉતારી લો અને ફ્રેન્ચ ફ્રાઈસની જેમ લાંબા સમારી લો. 
  • હવે, એક વાસણમાં પાણી ગરમ કરો, થોડું મીઠું ઉમેરો, અને બટાકાને 5-7 મિનિટ માટે ઉકાળો.
  • બટાકા સંપૂર્ણપણે ન પાકી જાય તેનું ધ્યાન રાખો.
  • હવે બાફેલા બટાકાને પાણીમાંથી કાઢીને ઠંડા થવા દો.
  • આ પછી, તેમાં મેંદો અથવા કોર્નફ્લોર અને થોડું મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો જેથી બટાકા પર પાતળું લેયર બને.
  • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને બટાકાને મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  • તળેલા બટાકાને કાઢીને બાજુ પર રાખો.
  • હવે સોસ તૈયાર કરવા માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ, આદુ અને ડુંગળી ઉમેરો અને સાંતળી લો.
  • હવે બારીક સમારેલા સિમલા  મરચાં ઉમેરો અને 1-2 મિનિટ માટે રાંધો.
  • આ પછી, ટોમેટો કેચઅપ, સોયા સોસ, રેડ ચિલી સોસ, વિનેગર અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • જ્યારે સોસ ઘટ્ટ થવા લાગે, ત્યારે તળેલા બટાકા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો,, જેથી બટાકાને સંપૂર્ણપણે કોટ થઈ જાય.
  • ચિલી ગાર્લિક પોટેટો તૈયાર છે. તેને કોથમરી અને તલથી ગાર્નીશ કરીને ગરમાગરમસર્વ કરો.

આ સમાચાર શેર કરો