Recipe / આ વખતે શિયાળામાં ગાજરના બદલે બીટનો હલવો બનાવો, એકદમ સરળ છે રીત
શું તમે પણ આ શિયાળામાં ગાજરના હલવાથી અલગ કંઈક વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવા માંગો છો? જો હા, તો બીટનો હલવો ત

શું તમે પણ આ શિયાળામાં ગાજરના હલવાથી અલગ કંઈક વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવા માંગો છો? જો હા, તો બીટનો હલવો તમારા માટે પરફેક્ટ હોઈ શકે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કોઈપણ ખાસ પ્રસંગે આ હલવો બનાવીને તમારા મહેમાનોને ખુશ કરી શકો છો.
સામગ્રી
- 500 ગ્રામ બીટ(છીણેલું)
- 1 લીટર દૂધ
- 200 ગ્રામ ખાંડ
- 50 ગ્રામ ઘી
- 25 ગ્રામ બદામ (ઝીણી સમારેલી)
- 25 ગ્રામ કાજુ (સમારેલા)
- 10-12 કિસમિસ
- 1/2 ચમચી એલચી પાવડર
- 1/4 ચમચી કેસર (દૂધમાં પલાળેલું)
બનાવવાની રીત
- બીટનો હલવો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં દેશી ઘી ગરમ કરો
- હવે તેમાં છીણેલું બીટ નાખી 5-7 મિનિટ સુધી ધીમી આંચ પર શેકી લો.
- આ પછી, તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને પછી ગેસની આંચને મીડીયમ પર રાખો.
- દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- જ્યારે દૂધ અડધું થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે ગેસની આંચ ઓછી કરો અને હલવો ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- હલવો ઘટ્ટ થાય એટલે તેમાં બદામ, કાજુ અને કિસમિસ ઉમેરીને મિક્સ કરો.
- છેલ્લે એલચી પાવડર અને કેસર ઉમેરીને બરાબર મિક્સક્ષ કરી લો.
- એક બાઉલમાં હલવો કાઢીને ઉપર થોડી બદામ અને કાજુથી ગાર્નિશ કરો.
- હલવાને ગરમાગરમ સર્વ કરો.




