Recipe / શિયાળામાં ઘરે બનાવો આમળાની કેન્ડી, દરેકને પસંદ આવશે તેનો ખાટ્ટોમીઠો સ્વાદ
શિયાળામાં બજારમાં તાજા આમળા પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેના પોષક મૂલ્યને કારણે લોકો તેનો ઘણો ઉપયોગ કરે છે. આમળા ખાવ

શિયાળામાં બજારમાં તાજા આમળા પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. તેના પોષક મૂલ્યને કારણે લોકો તેનો ઘણો ઉપયોગ કરે છે. આમળા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ અને દૃષ્ટિ સુધરે છે. બજારમાં બધે જ આમળા વેચાતા હોવાથી, લોકો તેમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવે છે. કેટલાક આમળાની ચટણી બનાવે છે, તો કેટલાક આમળાનો મુરબ્બો બનાવે છે. જો તમે ઈચ્છો તો તમે તેમાંથી કેન્ડી પણ બનાવી શકો છો. અમે એક આમળાની કેન્ડી બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ. આ આમળાની કેન્ડી બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને પસંદ આવશે.
સામગ્રી
- આમળા - 500 ગ્રામ
- ખાંડ - 300 ગ્રામ
- પાણી - 1 કપ
- મીઠું - 1/2 ચમચી
- સુંઠ - 1/2 ચમચી
- કાળું મીઠું - 1 ચમચી
- હિંગ - 1 ચપટી
- કાળા મરી - 1/2 ચમચી
- લીંબુનો રસ - 2 ચમચી
- હળદર - 1/2 ચમચી
બનાવવાની રીત
આમળા કેન્ડી બનાવવા માટે, પહેલા આમળાને સારી રીતે ધોઈ લો અને પછી તેના બીજ કાઢી તેને સમારી લો. ત્યારબાદ એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં સમારેલા આમળા ઉમેરો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. પછી, તેને પાણીમાંથી કાઢીને ઠંડા થવા દો.
હવે એક કઢાઈમાં એક કપ પાણી અને ખાંડ ઉમેરીને ઉકાળો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં હિંગ, સુંઠ, કાળા મરી, હળદર અને મીઠું ઉમેરો. ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને 5-10 મિનિટ સુધી ઉકળવા દો. ચાસણી ઠંડીથયા પછી તેમાં લીંબુનો રસ ઉમેરો.
હવે બાફેલા આમળા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને 5-10 મિનિટ સુધી ઉકળવા દો. આ પછી આમળાને ટ્રે અથવા પ્લેટમાં સૂકવવા માટે મૂકો. તેને 1-2 દિવસ માટે તડકામાં સૂકવવા દો. એકવાર તે સંપૂર્ણપણે સુકાઈ જાય, પછી તેનો આનંદ માણો. તમે આ કેન્ડીને એર ટાઈટ કકન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો.






