મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : શિયાળામાં જરૂર બનાવો લીલા વટાણાની કચોરી, જાણો બનાવવાની રીત

ઠંડીની સિઝનમાં બજારમાં મસ્ત લીલા વટાણા આવે છે. લીલા વટાણા અનેક ગુણોથી ભરપૂર હોય છે. લીલા વટાણાનો ઉપયોગ તમે અનેક પ્રકારની રેસ

Recipe : શિયાળામાં જરૂર બનાવો લીલા વટાણાની કચોરી, જાણો બનાવવાની રીત

ઠંડીની સિઝનમાં બજારમાં મસ્ત લીલા વટાણા આવે છે. લીલા વટાણા અનેક ગુણોથી ભરપૂર હોય છે. લીલા વટાણાનો ઉપયોગ તમે અનેક પ્રકારની રેસિપિમાં કરી શકો છો. લીલા વટાણા હેલ્થ માટે પણ ગુણકારી છે. આમ, તમે લીલા વટાણામાંથી કંઈ સ્પેશિયલ બનાવવા ઇચ્છો છો તો આ એક બેસ્ટ રેસિપિ છે. લીલા વટાણામાંથી તમે કચોરી બનાવશો તો ઘરનાં લોકો ખાતા રહી જશે. તો નોંધી લો રીત અને ફટાફટ લીલા વટાણામાંથી કચોરી બનાવો.

સામગ્રી

  • સ્ટફિંગ માટે
  • 1 કપ વટાણા
  • 4 લીલા મરચાં
  • 7થી 8 કળી લસણની
  • બે ચમચી તેલ
  • અડધી ચમચી જીરું
  • હિંગ
  • મીઠું
  • 3ચમચી હળદર
  • ½ ચમચી ધાણાજીરું
  • અડધી ચમચી જીરું
  • એક ચમચી આમચૂર પાઉડર

લોટ માટે  

  • એક કપ ઘઉંનો લોટ
  • એક કપ મેંદો
  • સ્વાદાનુસાર મીઠું
  • ચાર ચમચી તેલ
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌ પ્રથમ લીલા વટાણા, લીલા મરચાં અને લસણને પીસીને પેસ્ટ બનાવી દો. ખાસ ધ્યાન રાખો કે વટાણા અધકચરા પીસવાના છે.
હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી દો.
આ તેલમાં જીરું અને હિંગ નાખો.
તેલમાં આદુ-વટાણાની પેસ્ટ નાખીને સાંતળી લો.
આ પેસ્ટમાં હળદર, ધાણાજીરું, જીરુ, મીઠું અને આમચૂર પાઉડર નાખો.
આ મિશ્રણને સામાન્ય રીતે ઠંડુ થવા દો.
એક વાસણમાં ઘઉંનો લોટ લો.
આ લોટમાં મેંદો, મીઠું અને તેલ મિક્સ કરો.
હૂંફાળા પાણીથી લોટ બાંધી દો.
આ લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
કચોરી બનાવવા માટે લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવી દો.
આ લોટની પૂરી વણીને વટાણાનું સ્ટફિંગ ભરી દો.
કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
તેલ ગરમ થઈ જાય એટલે કચોરીને બ્રાઉન રંગની તળી લો.
તો તૈયાર છે ગરમાગરમ લીલા વટાણાની કચોરી.
આ કચોરી સાથે તમે સોસ, ગ્રીન ચટણી તેમજ આમલીની ચટણી ખાઓ છો તો મજા પડી જાય છે.
લીલા વટાણાની કચોરી ઠંડીમાં ખાવાની મજા આવે છે.

આ સમાચાર શેર કરો