મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Cruise Trip / હવે લક્ઝુરિયસ ક્રુઝમાં ફરવાનું સપનું પણ પૂરું થશે, IRCTC લાવ્યું છે ખાસ પેકેજ

ઘણા લોકો લક્ઝુરિયસ ક્રુઝમાં ફરવાનું સપનું જુએ છે, પરંતુ મોટાભાગના લોકો બજેટને કારણે ક્રુઝ પર જઈ શકતા નથી. પરંતુ IRCTC તમને એ

Cruise Trip / હવે લક્ઝુરિયસ ક્રુઝમાં ફરવાનું સપનું પણ પૂરું થશે, IRCTC લાવ્યું છે ખાસ પેકેજ

ઘણા લોકો લક્ઝુરિયસ ક્રુઝમાં ફરવાનું સપનું જુએ છે, પરંતુ મોટાભાગના લોકો બજેટને કારણે ક્રુઝ પર જઈ શકતા નથી. પરંતુ IRCTC તમને એક તક આપી રહ્યું છે જેના દ્વારા તમે અદ્ભુત ક્રૂઝનો આનંદ માણી શકો છો. તમે બહુ ઓછા પૈસામાં ગુવાહાટી, સિલઘાટ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

તમને જણાવી દઈએ કે IRCTCએ આ પેકેજનું નામ MV MAHABAAHU DOWNSTREAM CRUISE PACKAGE EX SILGHAT JETTY (CDRC03) રાખ્યું છે. આ પેકેજ 19 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે. જેમાં તમે ખૂબ જ ઓછા બજેટમાં લક્ઝરી ક્રૂઝની મજા માણી શકો છો. તમે આ લક્ઝુરિયસ ક્રૂઝ પર રેસ્ટોરન્ટ, બાર, સ્વિમિંગ પૂલ, ઓપન સિનેમા, થિયેટર, કિડ્સ ઝોન જેવી વસ્તુઓનો આનંદ લઈ શકો છો. આ સાથે જરૂરી તબીબી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ ક્રુઝ પેકેજ 3 દિવસ અને 2 રાત માટે છે.

ભાડું કેટલું હશે

આ ક્રુઝ પેકેજ ચાર ભાગમાં વહેંચાયેલું છે. સુપિરિયર, ડીલક્સ, લક્ઝરી, સ્યુટ. સુપિરિયર કેબિનમાં એક વ્યક્તિ માટે બુકિંગનું ભાડું 92,610 રૂપિયા છે જ્યારે બે લોકો સાથે બુકિંગ કરાવવાનો ખર્ચ વ્યક્તિ દીઠ 52,920 રૂપિયા છે. 5થી 12 વર્ષના બાળકો માટે, બે બાળકોનું ભાડું બાળક દીઠ 26,420 રૂપિયા અને જો એક બાળક હોય, તો ભાડું 46,305 રૂપિયા હશે. એક જ ડીલક્સ કેબિનમાં બે લોકો માટે બુકિંગ કરાવવા પર વ્યક્તિ દીઠ 66,150 રૂપિયાનો ખર્ચ થશે. સિંગલ બુકિંગ માટે 1,15,973 રૂપિયાનો ખર્ચ થશે. 5થી 12 વર્ષના બે બાળકો માટે બાળક દીઠ 33,075 રૂપિયા અને જો એક બાળક હોય તો ભાડું 57,987 રૂપિયા હશે.

જો લક્ઝરી કેબિનમાં બે લોકો એકસાથે બુક કરવામાં આવે તો વ્યક્તિ દીઠ ભાડું 70,560 રૂપિયા હશે. સિંગલ બુકિંગ માટે 1,23,480 રૂપિયા ભાડું થશે, 5થી 12 વર્ષના બે બાળકો માટે બાળક દીઠ 35,280 રૂપિયા અને એક બાળક હોય તો ભાડું 61,740 રૂપિયા હશે. સ્યુટ કેબિનની વાત કરીએ તો તેની કિંમત 81,585 રૂપિયા અને સિંગલ બુકિંગ માટે 1,63,170 રૂપિયા થશે. ઉપરાંત, 5થી 12 વર્ષના બે બાળકોનું ભાડું બાળક દીઠ 40,793 રૂપિયા હશે અને એક બાળક હોય તો ભાડું 81,585 રૂપિયા હશે. તમે IRCTC વેબસાઈટ પર જઈને આ પેકેજ બુક કરી શકો છો.

આ સમાચાર શેર કરો