Air Pollution & Diabetes: શું ઝેરી હવા વધારી રહી છે ડાયાબિટીસનું જોખમ? જાણો પ્રદૂષણ કેવી રીતે કરે છે બ્લડ શુગર પર અસર

હવામાં પ્રદૂષણનું વધતું સ્તર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને પ્રોત્સાહન આપી શકે છે. ઝેરી કણો શરીરમાં પહોંચીને જૂની બીમારીઓને પણ ટ્રિગર કરી શકે છે. ડાયાબિટીસ આમ તો જીવનશૈલી સાથે જોડાયેલી મુશ્કેલી માનવામાં આવે છે, પરંતુ ખરાબ હવા ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે. વળી, પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ડાયાબિટીસ થવાના ચાન્સ પણ વધી જાય છે. જાણો કે કેવી રીતે હવામાં હાજર જીણા કણો ડાયાબિટીસને ટ્રિગર કરી શકે છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે અને જેને પહેલાથી જ ડાયાબિટીસ છે, તેના માટે બ્લડ શુગરને કાબૂમાં રાખવું વધુ મુશ્કેલ બની જાય છે.
ટાઇપ 2 ડાયાબિટીસ અને પૉલ્યુશન
ડાયાબિટીસ રોગ નિષ્ણાતે જણાવ્યું કે, ખરાબ ખાણીપીણી, આનુવંશિક (જેનેટિક) કારણો અને શારીરિક શ્રમના અભાવ ઉપરાંત, હવે સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે હવામાં હાજર નાના કણો PM 2.5 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગેસ પણ ડાયાબિટીસના વધતા મામલાઓમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. લાંબા સમય સુધી PM 2.5ના સંપર્કમાં રહેવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ પણ 10થી 16 ટકા સુધી વધી શકે છે.
કેવી રીતે થાય છે પૉલ્યુશનની અસર?
હવામાં હાજર નાના-નાના કણો જ્યારે શ્વાસ સાથે ફેફસાંમાં પહોંચે છે ત્યારે સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓ પર તેની અસર વધુ ખતરનાક હોઈ શકે છે. વાસ્તવમાં પ્રદૂષિત હવા શરીરમાં સોજો વધારી દે છે, જેનાથી ઇન્સુલિન યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને ઇન્સુલિન રેઝિસ્ટન્સની સમસ્યા પેદા થઈ જાય છે.
PM 2.5 અને વાહનોમાંથી નીકળતો ધુમાડો શરીરમાં બળતરા વધારનારા તત્વોને વધારે છે. આનાથી ઓક્સિડેટિવ તણાવ પેદા થાય છે અને તેની સીધી અસર સ્નાયુઓ, ચરબીયુક્ત કોષો અને લિવર પર પડે છે. પૉલ્યુશનવાળી હવાના કારણે શરીરમાં સ્ટ્રેસ વધે છે, જેનાથી કોર્ટિસોલ (તણાવવાળો હૉર્મોન્સ) વધી જાય છે. તેની અસર એ થાય છે કે લિવર બ્લડમાં વધુ ગ્લુકોઝ છોડવા લાગે છે.
પ્રદૂષકોના લોહીમાં ભળવાથી વધે છે જોખમ
હવામાં ઘૂળના રજકણો આ પ્રદૂષિત તત્વો જ્યારે ફેફસાંથી થઈને લોહીમાં ભળી જાય છે, ત્યારે બ્લડ શુગરનું યોગ્ય સ્તર જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. PM 2.5ના સતત સંપર્કમાં રહેવાથી રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે, જેને એન્ડોથેલિયલ ડિસફંક્શન કહે છે. આનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. આનાથી કિડનીની જૂની બીમારી ટ્રિગર થવાનું જોખમ પણ વધી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ન માત્ર ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે, પરંતુ જેને પહેલાથી જ આ બીમારી છે તેની સ્થિતિ વધુ બગડી શકે છે. આનાથી હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ, હાઈ બીપી અને કિડની સાથે જોડાયેલી મુશ્કેલીઓની સંભાવના પણ વધે છે, તેથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે ચિંતા વધારી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ સાવચેતી રાખવી
વધારે પ્રદૂષણ હોય ત્યારે ડાયાબિટીસના દર્દીઓએ બહાર ચાલવા જવાનું, દોડવાનું કે કોઈપણ ભારે કસરત કરવાનું ટાળવું જોઈએ.
સામાન્ય રીતે સવારે અને સાંજે ઘરની અંદર જ રહેવું, કારણ કે આ સમયે સામાન્ય રીતે વધુ પ્રદૂષણ રહે છે.
બહાર જતી વખતે હંમેશાં સારી રીતે ફિટ થતો N95 અથવા N99 માસ્ક પહેરવો.
ઘરની અંદર જ હળવી કસરત કરવી, જેવી કે યોગ, સાયકલિંગ અથવા હળવું વજન ઉપાડવાની કસરત.
ડાયટમાં એન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર વસ્તુ સામેલ કરવી, જેમ કે મોસમી ફળો, લીલા શાકભાજી, નટ્સ, સીડ્સ અને આખા અનાજ.
બ્લડ શુગરની તપાસ નિયમિત રીતે કરાવતા રહેવું અને સમય પર પોતાની દવા જરૂર લેવી.










