આજે મનાવવામાં આવી રહ્યો છે International Museum Day, જાણો આ દિવસનો ઈતિહાસ, હેતુ અને થીમ
દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ઉજવવામાં આવે છે. આ દિવસ

દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય સંગ્રહાલયો (Museum) ના મહત્ત્વને ઉજાગર કરવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે.
સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો આ દિવસ?
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) સૌપ્રથમ 1977માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય પરિષદ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત ઐતિહાસિક વસ્તુઓનું જતન કરવાનો નથી, પરંતુ તે શિક્ષણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધતાને સમજવાનું એક શક્તિશાળી માધ્યમ છે. તે પહેલીવાર 1977માં ઉજવવામાં આવ્યો હતો અને હવે તે દર વર્ષે વિશ્વના 140થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે.
આ દિવસનું મહત્ત્વ અને હેતુ
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) નું મહત્ત્વ ખૂબ જ છે. હકીકતમાં, કોઈપણ સંગ્રહાલય (Museum) ઈતિહાસ, પરંપરા અને વારસાનું જતન કરે છે. આ દિવસ તેમના યોગદાનને સન્માનિત કરવાનો પ્રસંગ પણ છે. સંગ્રહાલય (Museum) શિક્ષણનો સ્ત્રોત પણ છે, જે ભૂતકાળના યુગની ઝલક પૂરી પાડે છે, જેનાથી વર્તમાનને સમજવામાં મદદ મળે છે.
આ વર્ષની થીમ શું છે?
દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ની એક અલગ થીમ હોય છે, જે તે વર્ષના વૈશ્વિક મુદ્દા અથવા સામાજિક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ છે "ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય".
ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ પર ઘણા સંગ્રહાલયોમાં પ્રવાસીઓ માટે પ્રવેશ ફ્રી હોય છે. આ દિવસે થીમ આધારિત પ્રદર્શનો યોજવામાં આવે છે. ઘણી જગ્યાએ ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.








