મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

International Museum Day / આ છે ભારતના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ, એકવાર ચોક્કસ લો મુલાકાત

દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ઉજવવામાં આવે છે. મ્યુઝિયમ દિવસની ઉજવ

International Museum Day / આ છે ભારતના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ, એકવાર ચોક્કસ લો મુલાકાત

દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ઉજવવામાં આવે છે. મ્યુઝિયમ દિવસની ઉજવણીનો હેતુ મ્યુઝિયમોના મહત્ત્વ અને ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. મ્યુઝિયમ એક એવી જગ્યા છે જ્યાં કોઈ દેશ તેની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ભૂતકાળની યાદોના અવશેષો અને કલાકૃતિઓને સાચવે છે. દુનિયાભરમાં ઘણા મોટા, ખૂબ જૂના અને લોકપ્રિય મ્યુઝિયમો છે. ભારતમાં પણ ઘણા પ્રાચીન અને પ્રખ્યાત સંગ્રહાલયો છે જે આપણી સભ્યતા, કલા, વિજ્ઞાન અને પરંપરાઓની ઝલક રજૂ કરે છે. જો તમને મુસાફરીનો શોખ છે અને તમે દેશના વારસાને નજીકથી સમજવા માંગતા હોવ, તો ચોક્કસપણે આ ભારતના આ પ્રખ્યાત મ્યુઝિયમોની મુલાકાત લો.

ભારતીય સંગ્રહાલય, કોલકાતા

ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે, જેની સ્થાપના 1814માં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ દ્વારા કરવામાં આવી હતી. આ સંગ્રહાલય કોલકાતાના 1 પાર્ક સ્ટ્રીટ ખાતે આવેલું છે. કોલકાતામાં આવેલું ભારતીય સંગ્રહાલય એ માત્ર ભારતીય ઉપખંડમાં જ નહીં પરંતુ વિશ્વના એશિયા-પેસિફિક ક્ષેત્રમાં પણ સૌથી જૂનું અને સૌથી મોટું મ્યુઝિયમ છે. અહીં પ્રાચીન કલાકૃતિઓ, મમી, બૌદ્ધ અવશેષો, ઝવેરાત, હાડકાં વગેરે રાખવામાં આવ્યા છે.

નેશનલ મ્યુઝિયમ, દિલ્હી

રાજધાની દિલ્હીમાં સ્થિત નેશનલ મ્યુઝિયમનો ઈતિહાસ સ્વતંત્રતા પછીનો છે. આ મ્યુઝિયમની સ્થાપના 1949માં થઈ હતી. અહીં બે લાખથી વધુ કલાકૃતિઓ સંગ્રહિત કરવામાં આવી છે. નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેતા લોકોને સિંધુ ખીણની સભ્યતા, ગુપ્ત કાળના શિલ્પો, શસ્ત્રો, કપડા અને ચિત્રો વગેરે જોવા અને સમજવાની તક મળે છે.

પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ

પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, જેને છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આર્થિક રાજધાની મુંબઈમાં સ્થિત છે. આ સંગ્રહાલયની સ્થાપના 1922માં થઈ હતી. મુંબઈના મ્યુઝિયમમાં ભારતીય કલા, હસ્તકલા અને પ્રાચીન વસ્તુઓનો ભંડાર છે. અહીં જોવા માટે બૌદ્ધ અવશેષો, શિલ્પો, શસ્ત્રો અને ચિત્રોનો અદ્ભુત સંગ્રહ છે.

સિટી પેલેસ મ્યુઝિયમ, ઉદયપુર

ઉદયપુરમાં સિટી પેલેસ મ્યુઝિયમ છે, જેનો ઈતિહાસ મેવાડના શાસકોના ઈતિહાસ સાથે જોડાયેલો છે. તેનું નિર્માણ 1559માં મહારાણા ઉદય સિંહે કરાવ્યું હતું, જ્યારે તેમણે પોતાની રાજધની ચિત્તોડગઢથી ઉદયપુર ખસેડી હતી. 1969માં તેને જાહેર જનતા માટે એક મ્યુઝિયમ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં શાહી શસ્ત્રો, પોશાકો અને મહેલના શાહી વૈભવનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો