મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ભારત ‘દુનિયાનું કેન્સર કેપિટલ’ બનવાના માર્ગે, દરવર્ષે નોંધાય છે 10 લાખથી વધુ કેસ

ભારત સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે.

ભારત ‘દુનિયાનું કેન્સર કેપિટલ’ બનવાના માર્ગે, દરવર્ષે નોંધાય છે 10 લાખથી વધુ કેસ

ભારત સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે. પરંતુ હાલ ભારત સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તાજેતરમાં જ સામે આવેલા નવા આંકડા દર્શાવે છે કે ભારતના લોકો કેન્સર જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે. ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા એટલી વધારે છે કે તે ધીમે-ધીમે કેન્સર કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

કેન્સર અને અન્ય નોન કમ્યુનિકેબલ બીમારી

'ઈન્ડિયન મલ્ટિ નેશનલ હેલ્થકેર' ગ્રૂપ એપોલો હોસ્પિટલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર દેશમાં કેન્સર અને બીજા નોન કમ્યુનિકેબલ રોગ (બિન ચેપી રોગો)ની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેના કારણે ભારત કેન્સર કેપિટલ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે. આ રિપોર્ટ એ મહામારી તરફ દરેકનું ધ્યાન દોરે છે કે જેના માટે ભારતીયો સારવાર લેવાની જરૂર નથી સમજતા.

દર વર્ષે 10 લાખ કેસ

ભારતમાં દર વર્ષે કેન્સરના 10 લાખથી વધુ નવા કેસ નોંધાય છે. પરંતુ કેન્સરના કેસની સંખ્યા હજુ પણ ડેનમાર્ક, આયર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાં વધુ છે. જ્યારે તે અમેરિકામાં સૌથી વધુ છે. અમેરિકામાં દર 1,00,000 લોકો પર 300 કેસ નોંધાય છે. જ્યારે ભારતમાં આ આંકડો 100 છે. મહામારી વિજ્ઞાનમાં ફેરફાર થયો છે. જેના કારણે પરિસ્થિતિ ઘણી રીતે બદલાઈ શકે છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પ્રી-ડાયાબિટીસથી પીડિત છે અને બે પ્રી-હાઈપરટેન્શનનો શિકાર બની રહ્યા છે. તો બીજી તરફ દસમાંથી એક વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કેન્સર, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદય રોગ અને મગજ સંબંધિત બીમારીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ બીમારીની સંખ્યા એટલી વધી ગઈ છે કે, તે ગંભીર સ્તરે પહોંચી ચૂકી છે.

આ કારણોસર ભારતમાં કેન્સરના કેસમાં વધારો થયો

આ બીમારીનું સૌથી મોટું અને મુખ્ય કારણ ઉચ્ચ સ્તરનું પ્રદૂષણ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાન છે. ભારતમાં કેન્સરના લગભગ 40% કેસ નોંધાયા છે. તમાકુનું સેવન કરવાથી ફેફસાં, મોં અને ગળાના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જ્યારે ખરાબ આહાર અને ઓછી એક્ટિવિટીના કારણે 10% લોકો આ બીમારીનો શિકાર બને છે. સૌથી આંચકાજનક વાત એ છે કે ભારતમાં હવે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. ફેફસાનું કેન્સર જોઈએ તો તે સામાન્ય રીતે વૃદ્ધ વયના દર્દીઓને થતું હોય છે. જ્યારે ભારતમાં બીજા દેશોની તુલનાએ ઘણી નાની વયે કેન્સર થાય છે. 

આ સમાચાર શેર કરો