મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: Health/ જો તમારા શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો ચેતી જજો! તે હોઈ શકે છે આ ગંભીર રોગનો સંકેત

મોઢાની દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો શ્વાસની આ દુર્ગંધ લાંબા સમય

મોઢાની દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો શ્વાસની આ દુર્ગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે, તો તે મોઢા સિવાય હૃદયના રોગોનો સંકેત હોઈ શકે છે. મોઢાની સફાઈનું ધ્યાન ન રાખવું અને દાંત તથા પેઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવી એ મોઢાની દુર્ગંધનું મુખ્ય કારણ છે.

મોટાભાગના લોકો મૌખિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી કે ડેન્ટલ ચેકઅપ કરાવતા નથી, જેના કારણે મોઢાની દુર્ગંધ અને દાંતના રોગો થઈ શકે છે. ઓરલ હેલ્થના નિયમોનું પાલન કરીને મોઢાની દુર્ગંધ અને અનેક રોગોથી બચી શકાય છે. મોઢાની સફાઈ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.

મોઢાની દુર્ગંધ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે શું જોડાણ છે?

તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે એથરોસ્ક્લેરોટિક પ્લેક (ધમનીઓમાં જામતો કચરો)માં મોઢાના જંતુઓ જોવા મળ્યા છે, જે મોઢાના ચેપ અને હૃદય રોગ વચ્ચેના સંબંધનું કારણ બને છે. પેઢાના રોગને કારણે થતો સોજો પ્લેકનું નિર્માણ કરે છે, જે રક્તવાહિનીઓમાં સંકોચન અને અસ્થિરતા વધારે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

મોઢાની દુર્ગંધને અવગણશો નહીં

મોઢા અને શરીર વચ્ચે ઊંડો સંબંધ છે. પેઢાના જંતુઓ અને તેમના એન્ડોટોક્સિન પેઢાના પેશીઓ દ્વારા રક્તપ્રવાહમાં પ્રવેશે છે, જેનાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન શરૂ થઈ શકે છે. શ્વાસની દુર્ગંધ એ માત્ર મામૂલી સમસ્યા નથી; જો તે લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેના પરિણામો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે પેઢાના રોગ, દાંતમાં સડો અથવા ચેપના સંકેત હોવા ઉપરાંત ઘણી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે.

મોઢાની દુર્ગંધ કઈ બીમારીઓનો સંકેત હોઈ શકે?

ક્યારેક મોઢામાંથી દુર્ગંધ આવવી સામાન્ય છે, પરંતુ જો તે સતત આવતી હોય તો તે નીચે મુજબની સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે:

પેઢામાં દુખાવો અને સોજો

પેઢાના રોગ (પેરિઓડોન્ટાઇટિસ)

દાંતમાં પ્લેક જામવો

દાંતમાં સડો થવો

ચહેરા કે જડબામાં સોજો

બેક્ટેરિયલ ઇન્ફેક્શન

મોઢાની સફાઈ ન કરવાથી શું થાય?

ઘણીવાર દર્દીઓ મોઢાની દુર્ગંધને સામાન્ય ગણીને ત્યાં સુધી અવગણે છે જ્યાં સુધી તે ગંભીર દુખાવો કે બીમારીનું સ્વરૂપ ન લે. નિયમિત સફાઈના અભાવે દાંતમાં પ્લેક જમા થાય છે, જે સડો અને પેઢાની બીમારીઓ નોતરે છે. શરૂઆતમાં સડો દાંતના ઉપરના પડ સુધી જ મર્યાદિત હોય છે, તેથી લક્ષણો દેખાતા નથી, પણ ધીરે ધીરે ચેપ વધતા સમસ્યા ગંભીર બની જાય છે.

મોઢાની દુર્ગંધથી કેવી રીતે બચવું?

દુર્ગંધથી બચવા માટે સૌથી પહેલા તેનું કારણ સમજીને યોગ્ય સારવાર કરાવો. આ સાથે જ:

બ્રશિંગ: સવારે અને રાત્રે સૂતા પહેલા યોગ્ય રીતે બ્રશ કરો.

માઉથ વોશ: ઓરલ હાઈજીન માટે માઉથ વોશનો ઉપયોગ કરો.

આહાર: હેલ્ધી ડાયટ લો અને પૂરતું પાણી પીવો.

વ્યસન મુક્તિ: સિગારેટ, પાન, સોપારી અને ગુટખાથી દૂર રહો.

બ્રશ બદલો: દર 3-4 મહિને તમારો ટૂથબ્રશ બદલો.

ચેકઅપ: દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ કરાવો.

આ સમાચાર શેર કરો