Health Tips: ફટાફટ પેટની ચરબી ઘટાડવી હોય તો આ પીણુ પીવ
પેટની આસપાસ જમા થતી વધારાની ચરબીને કારણે આખું બોડી ખરાબ લાગે છે. આ ફેટ એવું હોય છે જે જલદી ઓછું થવા

પેટની આસપાસ જમા થતી વધારાની ચરબીને કારણે આખું બોડી ખરાબ લાગે છે. આ ફેટ એવું હોય છે જે જલદી ઓછું થવાનું નામ નથી લેતું. લોકો તેને ઓછું કરવા માટે કેટલાય પ્રયાસો કરે છે પરંતુ તે ઓછું થવાનું નામ જ નથી લેતું. આજે અમે તમને કેટલાક એવા નુસખા જણાવીશું જે ખૂબ જ સરળ છે અને તેનાથી બેલી ફેટ ઓછું થવામાં મદદ કરશે. આ બેલી ફેટ ઓછું કરવાનો એક નેચરલ ઉપાય છે અને લોકો તેને ખૂબ જ અજમાવી રહ્યા છે.
બેલી ફેટ ઓછું કરવા માટે તમારે રોજ બસ એક ડ્રિંકનું સેવન કરવાનું છે. આ ડ્રિંક તમે ઘરે જાતે જ સરળતાથી તૈયાર કરી શકો છો. ચાલો આ ડ્રિંક કેવી રીતે બનાવી શકાય તેના વિશે જાણીએ.
સામગ્રી
- હળદર- 1/4 ટીસ્પૂન
- લવિંગ - એક થી બે
- છીણેલું આદુ - એક ઇંચ
- તજ પાવડર - એક ચપટી
- લીંબુનો રસ - અડધી ચમચી
- કાળા મરી પાવડર
- એક ચપટી
- પાણી - એક ગ્લાસ
આ રીતે બનાવો ડ્રિંક - એક પેનમાં પાણી નાખો. હવે તેમાં ઉપર જણાવેલી બધી સામગ્રી નાખો. સારી રીતે ઉકાળો. જ્યારે તેનો રંગ બદલાવા લાગે તો ગેસ બંધ કરી તેને ગ્લાસમાં ગાળી લો. હવે તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો.
દવા વગર આ આયુર્વેદિક ઉપાયથી પીગળી જશે પેટની ચરબી!
યલો ડ્રિંકના ફાયદા - હળદરમાં રહેલા કર્ક્યુમિન તત્વને કારણે તે સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. તે ફેટ બર્ન કરે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. આદુમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે ઇન્ફ્લામેશન ઘટાડે છે. તજ મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ છે. તજનું સેવન ફેટ બર્ન કરવાની પ્રક્રિયામાં સુધારો કરે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. શરીરમાંથી ટોક્સિન્સ બહાર આવે છે. કાળા મરીમાં પાઇપરિન હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે.








