મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

કૈંચી ધામ કેવી રીતે પહોંચવું? જાણો નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવાનો યોગ્ય સમય

કૈંચી ધામ, ધાર્મિક તીર્થસ્થળોમાંનું એક અને ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાએ અ

કૈંચી ધામ કેવી રીતે પહોંચવું? જાણો નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવાનો યોગ્ય સમય

કૈંચી ધામ, ધાર્મિક તીર્થસ્થળોમાંનું એક અને ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાએ અહીં એક આશ્રમની સ્થાપના કરી હતી, જે એક શાંતિપૂર્ણ એકાંત બની ગયું જ્યાં લોકો આંતરિક શાંતિની શોધમાં આવે છે. કૈંચી ધામ ઉત્તરાખંડની મનોહર પહાડીઓમાં આવેલું એક આધ્યાત્મિક કેન્દ્ર છે.

પાછલા વર્ષોમાં, ક્રિકેટ અને મનોરંજન જગતની ઘણી હસ્તીઓ તેમજ ભારત અને વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા કૈંચી ધામ પહોંચ્યા હતા. જો તમે પણ નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા ઈચ્છો છો, તો કૈંચી ધામની યાત્રા વિશે સંપૂર્ણ માહિતી જાણી લો.

કૈંચી ધામ કેવી રીતે પહોંચવું?

કૈંચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલ શહેરની નજીક આવેલું છે. નૈનીતાલથી 17 કિમી દૂર કૈંચી ધામ નામનું એક સ્થળ છે, જ્યાં તમે સરળતાથી પહોંચી શકો છો. જો તમે પહેલા દિલ્હી પહોંચો છે, તો દિલ્હીથી નૈનીતાલનું અંતર અંદાજે 324 કિલોમીટર છે. આ યાત્રા પૂર્ણ કરવામાં લગભગ સાડા છ કલાકનો સમય લાગશે. 

જો તમારેહવાઈ માર્ગે પહોંચવું હોય તો પંતનગર એરપોર્ટ કૈંચી ધામથી 70 કિમી દૂર છે. અહીંથી કૈંચી ધામ પહોંચવા માટે ટેક્સી અથવા બસ મળશે. જો તમે ટ્રેન દ્વારા કૈંચી ધામ જવા માંગતા હોવ, તો નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે. કાઠગોદામથી નીમ કરોલી આશ્રમ 38 કિલોમીટર દૂર છે.

નીમ કરોલી આશ્રમ ક્યારે જવું?

જો તમે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા માટે યોગ્ય સમય શોધી રહ્યા છો, તો માર્ચથી જૂન સુધીનો સમય યોગ્ય રહેશે. આ સિવાય સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે કૈંચી ધામની મુલાકાત પણ લઈ શકાય છે. આ મહિનાઓમાં હવામાન ખુશનુમા હોય છે અને આશ્રમની આસપાસની પ્રાકૃતિક જગ્યાઓ મુસાફરી માટે વધુ સારી હોય છે. જુલાઈ-ઓગસ્ટમાં ચોમાસાને કારણે પહાડી વિસ્તારોમાં જવાનું ટાળો.

કૈંચી ધામની મુલાકાતનો ખર્ચ

જો તમે દિલ્હી પહોંચીને ત્યાંથી કૈંચી ધામ જવા માંગો કચો, તો તમે દિલ્હીથી નૈનિતાલ સુધી બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરી શકો છો, તો તમને 300 થી 800 રૂપિયામાં ટિકિટ મળશે. આગળની મુસાફરી માટે તમે બસ અથવા ટેક્સી લઈ શકો છો. આ સિવાય નીમ કરોલી આશ્રમમાં આવતા લોકોને ડોરમેટરીથી લઈને ખાનગી રૂમ સુધીની સુવિધા પણ મળી શકે છે. અહીં રહેવાનો ખર્ચ પ્રતિ દિવસ 200 રૂપિયા હોઈ શકે છે. તમારે ભોજન માટે નજીવો ખર્ચ જ કરવો પડશે.

કૈંચી ધામમાં શું કરવું?

કેંચી ધામમાં નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત ઉપરાંત, ત્યાંના નિવાસી સાધુઓ દ્વારા આયોજિત સત્સંગમાં પણ હાજરી આપી શકો છો. આશ્રમમાં એક પુસ્તકાલય છે, જ્યાં મુલાકાતીઓ આધ્યાત્મિકતા અને ફિલસૂફી પરના પુસ્તકો વાંચી શકે છે. તમે આસપાસના કુદરતી સૌંદર્યને એક્સપ્લોર કરી શકો છો. તમે પહાડોમાં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. તમે નૈનિતાલની મુલાકાત પણ લઈ શકો છો.

આ સમાચાર શેર કરો