મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / સવારના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય, તો બનાવી લો રોસ્ટેડ કોર્ન સલાડ

ક્યારેક તમને સમજાતું નથી કે સવારના નાસ્તામાં શું બનાવવું? ક્યારેક કંઈક હેલ્ધી ખાવાનું મન થાય છે તો ક્યારેક કંઈક ચટપટુ

Recipe / સવારના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય, તો બનાવી લો રોસ્ટેડ કોર્ન સલાડ

ક્યારેક તમને સમજાતું નથી કે સવારના નાસ્તામાં શું બનાવવું? ક્યારેક કંઈક હેલ્ધી ખાવાનું મન થાય છે તો ક્યારેક કંઈક ચટપટું ખાવાનું મન થાય છે. જો તમને સવારના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય છે, તો અમે તમારા માટે એક એવી રેસીપી લઈને આવ્યા છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમારા માટે રોસ્ટેડ કોર્ન સલાડની રેસીપી લઈને આવ્યા છીએ. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આ નાસ્તો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

સામગ્રી

  • 2 મકાઈ
  • એક ડુંગળી
  • એક ટામેટા
  • એક કાકડી
  • એક લીંબુ
  • દાડમના દાણા
  • કોથમરી
  • અડધી ચમચી ચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, ગેસ ચાલુ કરો અને તેના પર રોસ્ટર મૂકો. હવે રોસ્ટર પર મકાઈ મૂકો.
  • મકાઈને ધીમી આંચ પર બધી બાજુથી સારી રીતે શેકી લો.
  • મકાઈ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. શેકેલી મકાઈને થોડી ઠંડી થવા દો.
  • જ્યારે મકાઈ થોડી ઠંડી થઈ જાય, ત્યારે તેના દાણાને અલગ કરો અને તેને બાઉલમાં કાઢો.
  • હવે આ દાણામાં ડુંગળી, ટામેટા અને કાકડી ઉમેરો.
  • ત્યારબાદ દાડમના દાણા, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.
  • આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. છેલ્લે તેમાં કોથમરી ઉમેરો.
  • તમારું રોસ્ટેડ કોર્ન સલાડ તૈયાર છે.

આ સમાચાર શેર કરો