મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

પ્રી-વેડિંગ શૂટનો દરેક ફોટો પરફેક્ટ આવશે, બસ આ રીતે પસંદ કરો આઉટફિટ્સ

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રી-વેડિંગ શૂટનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં યુગલો લગ્ન પહેલા પોતા

પ્રી-વેડિંગ શૂટનો દરેક ફોટો પરફેક્ટ આવશે, બસ આ રીતે પસંદ કરો આઉટફિટ્સ

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રી-વેડિંગ શૂટનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. જેમાં યુગલો લગ્ન પહેલા પોતાની યાદગાર પળોને કેમેરામાં કેદ કરે છે. પ્રી-વેડિંગ શૂટ એકબીજાને જાણવા અને સમજવા માટે પણ સારો સમય છે, પરંતુ પ્રી-વેડિંગ શૂટનું પ્લાનિંગ પૂરતું નથી. આ માટે, કેટલીક તૈયારીઓ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકેશન અને ટાઇમિંગ સિવાય જે વસ્તુ સૌથી વધુ ટેન્શનનું કારણ બને છે તે છે આઉટફિટ. જે પ્રી-વેડિંગ શૂટને યાદગાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચાલો જાણીએ કે પ્રી-વેડિંગ શૂટ માટે આઉટફિટ્સ કેવી રીતે નક્કી કરવા.

ટ્રેડિશનલ આઉટફિટ્સ

જો તમે તમારા પ્રી-વેડિંગ શૂટને ટ્રેડિશનલ ટચ આપવા માંગતા હોવ, તો તમે કુર્તી, સાટિન સાડી, લહેંગા, બંગાળી સ્ટાઇલની સાડી, ગુજરાતી કે મરાઠી આઉટફિટ્સ જેવા વિકલ્પો પસંદ કરી શકો છો. તમારા આઉટફિટ્સ પસંદ કર્યા પછી તમારા પાર્ટનર માટે પણ મેચિંગ આઉટફિટ્સ પસંદ કરો. જો તમે મેચિંગ કપડા પહેરશો તો તમે સારા દેખાશો. ફોટા પણ સારા લાગશે.

કલર કો-ઓર્ડીનેટેડ આઉટફિટ્સ

તમે તમારી પસંદગી અને લોકેશન અનુસાર કેઝ્યુઅલ, ટ્રેડિશનલ અથવા ફોર્મલ આઉટફિટ પસંદ કરી શકો છો. જો તમને કૂલ અને કમ્ફર્ટેબલ લુક જોઈતો હોય, તો રિપ્ડ ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ અથવા ટી-શર્ટ સાથે શોર્ટ્સ પહેરી શકો છો. માર્કેટમાં એવા ટી-શર્ટ પણ ઉપલબ્ધ છે જેના પર એકબીજા માટે મેસેજ લખેલા હોય.

થીમ ડ્રેસ

તમે આઉટફિટ પસંદ કરવાનું ટેન્શન પ્રી-વેડિંગ શૂટની થીમથી પણ દૂર કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો પ્રી-વેડિંગ શૂટની થીમ બિચ હોય, તો પછી હળવા રંગના કપડા પસંદ કરો. જો તમે પ્રી-વેડિંગ શૂટ માટે ગાર્ડન કે ફોરેસ્ટ લોકેશન પસંદ કર્યું હોય તો ગ્રીન કલર કે ફ્લોરલ પ્રિન્ટ બેસ્ટ રહેશે.

વેસ્ટર્ન આઉટફિટ્સ

વેસ્ટર્ન આઉટફિટ્સ પણ પ્રી-વેડિંગ શૂટ માટે સરસ લાગે છે. તમે એક જ લોકેશન પર વિવિધ આઉટફિટ્સમાં શૂટ કરાવી શકો છો. જો તમે વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરવા જઈ રહ્યા છો, તો તમે મિની-મિડી ડ્રેસ, બોડીકોન ડ્રેસ, એ-લાઇન ડ્રેસ, કોકટેલ ડ્રેસ, શોર્ટ ડ્રેસ ગાઉન, ડેનિમ અને શોર્ટ ટોપ અજમાવી શકો છો.

આ સમાચાર શેર કરો