શાકાહારથી કેટલું અલગ છે વીગન ડાયેટ? આજે કેમ મનાવાય છે World Vegan Day, જાણો અહીં

આજના સમયમાં દુનિયામાં મુખ્ય રૂપે 3 પ્રકારની આહાર શૈલી ધરાવતા લોકો છે. એક માંસાહારી, બીજા શાકાહારી અને ત્રીજા વીગન. માંસાહારી લોકો તેમના આહારની સાથે શાકાહારી ભોજન પણ કરે છે. શાકાહારી માત્ર સાદું ભોજન કરે છે. જ્યારે વીગન લોકો શાકાહારીઓથી પણ અલગ ભોજન કરે છે. વીગન આહાર શૈલી માનનારા લોકો મધ, દૂધ અને દૂધની બનાવટો પણ ખાતા નથી. વીગન આહાર શૈલી માનનારા લોકો કોઈપણ સ્વરૂપમાં પશુઓની ક્રૂરતાની વિરુદ્ધ હોય છે. પશુઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ વધારવા માટે દર વર્ષે 1 નવેમ્બરે 'વિશ્વ વીગન દિવસ' મનાવવામાં આવે છે.
વીગન શબ્દ ક્યાંથી આવ્યો?
'વીગન' (Vegan) શબ્દનો ઉપયોગ સૌપ્રથમ ડૉનાલ્ડ વૉટસન (Donald Watson) દ્વારા કરવામાં આવ્યો હતો. આ શબ્દ અંગ્રેજીના 'Vegetarian' પરથી લેવામાં આવ્યો છે. તે દિવસોમાં વીગન જીવનશૈલી જીવનારા લોકો ડેરી ઉત્પાદનો ખાતા ન હતા. બાદમાં આ લોકોએ ઇંડાનું સેવન કરવાનું પણ બંધ કરી દીધું. 1951ની આસપાસ વીગન જીવનશૈલીએ (Veganism) એક આંદોલનનું રૂપ લઈ લીધું. ભારત સહિત દુનિયાના અન્ય હિસ્સાઓમાં આ જીવનશૈલી જીવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વીગન લોકો મધ, માંસ, ઇંડા અને દૂધ તેમજ તેનાથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ કરતા નથી. આ લોકો પ્રાણીઓના શોષણને પસંદ કરતા નથી. તે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસા અને દયાના પક્ષકાર હોય છે. વીગન લોકો પ્રાણીઓના શ્રમથી તૈયાર થયેલા ઉત્પાદનોનો પણ ઉપયોગ કરતા નથી.
શું છે વીગન જીવનશૈલી?
માંસાહારી અને શાકાહારીની જેમ વીગન પણ એક પ્રકારની જીવનશૈલી છે. તેમાં વ્યક્તિ શાકાહારી હોવાની સાથે-સાથે પશુ-પક્ષીઓમાંથી બનતા ઉત્પાદનોના સેવનથી દૂર રહે છે. વીગન જીવનશૈલી જીવનારા લોકો પશુઓના શોષણને બને તેટલું મર્યાદિત કરવાના પક્ષકાર હોય છે.
વિશ્વ વીગન દિવસનો ઇતિહાસ
વિશ્વ વીગન દિવસની શરૂઆત 1994માં ઇંગ્લેન્ડથી થઈ હોવાનું મનાય છે. લૂઈસ વાલિસ એક શાકાહારી અને પશુ અધિકાર કાર્યકર્તા હતા. શાકાહારી સમાજના અધ્યક્ષ હોવાના નાતે તેમણે શાકાહારી પરિવારના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. આ જ આધારે વીગન સમાજની 50મી વર્ષગાંઠના અવસરે દર વર્ષે 1 નવેમ્બર 1994ના રોજ 'વિશ્વ વીગન દિવસ' મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આજના સમયમાં આખી દુનિયામાં વીગન આહાર શૈલી માનનારા લોકો આ દિવસ મનાવે છે.
વીગન જીવનશૈલી અપનાવવાના ફાયદા
વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે.
કિડની વધુ સારી રીતે કામ કરે છે.
કૉલેસ્ટેરોલ નિયંત્રિત રહે છે.
હૃદયરોગ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.
વનસ્પતિ આધારિત આહારથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.
માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.
જૂની બીમારીઓનું જોખમ ઘટે છે.
રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી બને છે.
ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.
વિશ્વ વીગન દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય
પશુઓના અધિકારો અને તેના પર થતી ક્રૂરતા વિશે જાગૃતિ વધારવી.
નૈતિક અને દયાભાવ યુક્ત આહાર વિકલ્પોને પ્રોત્સાહન આપવું.
પશુ કૃષિના પર્યાવરણીય પ્રભાવ પર પ્રકાશ પાડવો.
છોડ આધારિત આહાર (પ્લાન્ટ-બેસ્ડ ડાયેટ) દ્વારા સ્વાસ્થ્યમાં સુધારો કરવો
ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ માટે વૈશ્વિક પરિવર્તનને પ્રોત્સાહિત કરવું.









